________________
૨ ૨૧
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૮/ર ૨)]
# લૌકિક-લોકોત્તર ગુણસોંદર્ય પ્રગટાવીએ # માણમાં ઉપયો:- ઔદાર્ય, દાક્ષિણ્ય, દયા, દાન, વિનય, વૈરાગ્ય વગેરે લૌકિક ગુણવૈભવને પ્રાપ્ત કર્યા બાદ જ જિનશાસનને મેળવવાનો વાસ્તવિક અધિકાર મળે છે. કારણ કે લૌકિક ગુણો પ્રાપ્ત થાય પછી જ નિશ્ચયસંમત નિર્મળ પરિણતિ સ્વરૂપ લોકોત્તર ગુણો પ્રગટવાની સંભાવના છે. તથા જિનશાસન તો લોકોત્તર છે, લોકોત્તર ગુણનું પ્રાપક છે. લૌકિક ગુણસૌંદર્ય મેળવ્યા બાદ લોકોત્તર ગુણોનું સૌદર્ય આત્મામાં પ્રગટાવવા માટે જ જિનશાસનની આવશ્યકતા છે. તથા લોકોત્તર ગુણસૌંદર્ય આત્મામાં પ્રગટે તો જ જિનશાસનની પ્રાપ્તિ પરમાર્થથી સફળ થાય.
રવભૂમિકાયોગ્ય વ્યવહારને ન છોડીએ છે. તે માટે પોતાની ભૂમિકાને યોગ્ય એવા વ્યવહારને આત્માર્થી આરાધકે કદાપિ છોડવો ન જોઈએ. તેથી જ તો ભાવ દેવસૂરિજીએ પાર્શ્વનાથચરિત્રમાં જણાવેલ છે કે “જેમ વૃક્ષને નહિ છેદનારો માણસ વૃક્ષના ફળને મેળવે છે. તેમ વ્યવહારનું (= વૃક્ષનું) ઉલ્લંઘન કર્યા વિના નિશ્ચયનું (ફળનું) ધ્યાન છે રાખવું. તત્ત્વપ્રધાન ભલે નિશ્ચય હોય. તો પણ વ્યવહારથી જ તે નિશ્ચયનો નિર્વાહ થાય છે. રાજા ભલે બધી બાબતે પરિપૂર્ણ (સત્ત) હોય. તો પણ તેવા રાજાની રક્ષા ચોકીદારો દ્વારા જ થાય છે. એ મતલબ કે ચોકીદારતુલ્ય વ્યવહાર રાજાતુલ્ય નિશ્ચયને સંભાળે છે. તથા ચોકીદાર દ્વારા જ રાજા સુધી પહોંચાય છે. તેથી નિશ્ચયપ્રેમીએ સ્વભૂમિકાને યોગ્ય વ્યવહારને આત્મીયભાવે સ્વીકારી, વ્યવહારનયના છે પ્રાથમિક આચારોમાં સ્થિર થયા બાદ નિશ્ચયનયના લોકોત્તર વિષયોનો સંવેદનશીલ હૃદયે અભ્યાસ કરવામાં ય સતત તત્પર રહેવું જોઈએ.
જ લોકોત્તર તાત્પર્યાર્થિને ભાવીએ જ આવું બને તો જ તે અભ્યાસ શુદ્ધ અધ્યાત્મસ્વરૂપ બને અને તેના દ્વારા ઉત્સર્ગ-અપવાદમય જ્ઞાન-ક્રિયાત્મક શુદ્ધવ્યવહાર-નિશ્ચયસ્વરૂપ એવા ભાવસ્યાદ્વાદથી ગમ્ય લોકોત્તર તાત્પર્યાર્થીની ભાવના આત્મામાં પ્રગટ થઈ શકે. તથા આ પાવન ભાવના આત્મસાત્ થવા દ્વારા પોતાની ભૂમિકાને યોગ્ય એવા સુંદર પંચાચારના માધુર્યની થયેલી અનુભૂતિથી સંપ્રાપ્ત થયેલ ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય - આ ત્રણ તત્ત્વના માધ્યમથી યોગદીપિકા નામની ષોડશકવ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દર્શાવેલ, અખંડ શુદ્ધ જ્ઞાન-સુખ વગેરે સ્વરૂપે અન્વયી = વિદ્યમાન એવા આત્મદ્રવ્યસ્વરૂપ મુક્તિને મહામુનિ ઝડપથી મેળવે છે. (૨૨)