________________
૨૧ ૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત પુણ્ય, પાપ રૂપ શુભાશુભબંધભેદ વિગતિ અલગા કરી, એહ જ પ્રક્રિયા ૯ તત્ત્વ કથનની હું જાણવી. fl૮/૧૬ll
परामर्शः
| | કાકર
विभक्तयोः विभाग: स्याद् नवनयोपदर्शने। नाऽत्र प्रयोजनं किञ्चिज्जीवादिकविभक्तिवत् ।।८/१६॥
દેવસેનમતમાં વિભક્તવિભાગ દોષ શ્લોકાર્થ :- નવ પ્રકારના મૂલ નયને જણાવવામાં તો વિભક્તનો વિભાગ થશે. જીવ વગેરે તત્ત્વના વિભાગની જેમ પ્રસ્તુતમાં કોઈ પણ આધ્યાત્મિક પ્રયોજન જણાતું નથી. (ટ/૧૬)
જ કઠોરતાને છોડીએ જ આધ્યાત્મિક ઉપનય :- આ શ્લોકની “પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં નવ પ્રકારે મૂળ નયનો વિભાગ બતાવવામાં કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક પ્રયોજન રહેલું નથી' - આવું કહેવાના બદલે ‘નવ પ્રકારે રણે મૂળ નયનો વિભાગ બતાવવામાં કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક પ્રયોજન જણાતું નથી' - આ મુજબ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જણાવેલ છે. આવું કહેવાની પાછળ વ્યાખ્યાકારનો આશય પોતાની
કઠોરતાના પરિવારનો છે. ‘તમારી વાતમાં કોઈ પ્રયોજન રહેલું નથી' – આ પ્રમાણે આપાત્મક ભાષામાં દૂત કહેવામાં આપણો પરિણામ કઠોર થાય. ‘તમારી વાતમાં અમને કોઈ પ્રયોજન જણાતું નથી' - આવું
બોલવામાં આપણો પરિણામ કઠોર થતો નથી. કારણ કે તેવું બોલવામાં સામેની વ્યક્તિ ઉપર આપણે રીને કોઈ આક્ષેપ નથી કરતાં. આના ઉપરથી આ બોધપાઠ લેવા જેવો છે કે સાચી વાત પણ આપણા
પરિણામ કઠોર થાય તેવી ભાષામાં, આક્ષેપકારી ભાષામાં કદાપિ બોલવી ન જોઈએ. અન્યથા સત્યપ્રરૂપણા
કરવાનો જે લાભ થાય તેના કરતાં પણ પરિણામની કઠોરતા, વૈરપરંપરાસર્જન વગેરે સ્વરૂપ આધ્યાત્મિક ર નુકસાન વધી જાય તેવી સંભાવના જણાય છે.
* સંસારસુખ બિંદુ, સિદ્ધસુખ સિંધુ * તેવી અપ્રશસ્ત ભાષાને છોડવાથી તત્ત્વાનુશાસનમાં વર્ણવેલ સિદ્ધસુખ નજીક આવે. ત્યાં નાગસેનજીએ જણાવેલ છે કે “મનુષ્યલોકમાં ચક્રવર્તીઓને જે સુખ છે તથા સ્વર્ગમાં દેવોને જે સુખ છે, તે સિદ્ધ પરમાત્માઓના સુખના અંશની પણ તુલના નથી કરી શકતું.” મતલબ કે તમામ સાંસારિક સુખોના કહેવાતા મહાસાગરો સિદ્ધસુખના બિંદુ પાસે પણ વામણા છે, તુચ્છ છે, નગણ્ય છે. (૮/૧૬)