________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૮/૧૭)]
ભિન્ન પ્રયોજન વિણ કહિયા રે, સાત- મૂલનય સૂત્ર;
તિણિ અધિકું કિમ *કહિઉં રે, રાખિઈ નિજઘર સૂત્ર રે ૮/૧૭ (૧૨૫) પ્રાણી. ઈહાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકઈં ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. તે માટઇં 1‘સત્ત મૂળિયા પન્નત્તા’ (ગનુ.દા.મૂ.૧૨) એહવું સૂત્રઈં કહિઉં છઈં, (તિણિં) તે ઉલ્લંધી (અધિકું=) ૯ નય કહિઉં, તો (નિજ=) આપણાં ઘરનું સૂત્ર કિમ (રાખિઈ=) રહઈ ?
તે માટઇં “નવ નયા:” (બ.વ.પૃ.૬) Ūએમ કહેતો દેવસેન બોટિક ઉત્સૂત્રભાષી જાણવો નૃત્યર્થ: ||૮/૧૭ના
परामर्श:
भिन्नप्रयोजनाऽभावे सूत्रोक्तं नयसप्तकम् ।
सूत्रं निजगृहे क्षिप्त्वाऽधिकं किमुच्यते त्वया ।।८/१७ ।।
૨૧૩
મૂળ નય સાત : અનુયોગદ્વાર છે
શ્લોકાર્થ :- અનુયોગદ્વારસૂત્રમાં સાત નય બતાવેલા છે. અલગ પ્રયોજન ન હોવા છતાં પોતાના ઘરમાં આગમસૂત્રને રાખી મૂકીને તમે કેમ અધિક પ્રતિપાદન કરો છો ? (૮/૧૭) * બોલતા પૂર્વે સાવધાની
આધ્યાત્મિક ઉપનય :- વગર કારણે, વગર પ્રયોજને આપણી બુદ્ધિથી આગમ કરતાં અલગ રીતે કોઈ પણ પદાર્થનું પ્રતિપાદન કરવામાં ઉત્સૂત્રપ્રરૂપણા, આગમઆશાતના, દીર્ઘસંસારત્વ વગેરે દોષો વળગી પડતાં વાર નથી લાગતી. તેથી કાંઈ પણ બોલતા પૂર્વે (૧) ‘આ બાબતમાં આગમશાસ્ત્રો શું કહે છે? (૨) મારા બોલવાથી આગમની આશાતના તો નહિ થાય ને ? (૩) પૂર્વાચાર્યોથી વિમુખ થઈને તો હું નથી બોલી રહ્યો ને ?' ઈત્યાદિ બાબતની કાળજી રાખવી અનિવાર્ય છે. તેવી કાળજીના લીધે જ્ઞાનાર્ણવમાં દિગંબરાચાર્ય શુભચંદ્રજીએ વર્ણવેલ મોક્ષ નિકટ આવે. ત્યાં જણાવેલ છે કે ‘જ્યાં (૧) અતીન્દ્રિય, (૨) વિષયાતીત, (૩) અનુપમ, (૪) સ્વભાવજન્ય સ્વાધીન, (૫) અવિચ્છિન્ન-અખંડ-નિરંતર સુખ હોય છે. તે મોક્ષ કહેવાય છે.' (૮/૧૭)
-
* પુસ્તકોમાં ‘વિન’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. લી.(૧)માં ‘વિ’ પાઠ છે.
૬ મો.(૨)માં ‘ફૂલ...' અશુદ્ધ પાઠ.
* તિણિ = તિણă = તેણઇ = તેણે કરી = તે કારણે (આધારગ્રંથ- હરિવલ્લભ ભાયાણી સંપાદિત તેરમા-ચૌદમા
શતકના ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્યો, નેમિરંગરત્નાકર છંદ, કવિ લાવણ્ય સમયની લઘુકાવ્યકૃતિઓ, ધ વીસળદેવ રાસ,
પ્રકા. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, કેમ્બ્રિજ, ૧૯૭૬, ષડાવશ્યક બાલાવબોધ)
* શાં.માં ‘ભાષિઈ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે.
1 सप्त मूलनयाः प्रज्ञप्ताः ।
I ‘એમ' પદ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે.
• ફક્ત કો.(૧૩)માં જ ‘ઈત્યર્થઃ’ પાઠ છે.