________________
૨૧૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત (૧) પોતાની મતિકલ્પનાથી આગમનિરપેક્ષ રીતે તત્ત્વની પ્રરૂપણા આપણે કરવી ન જોઈએ. i (૨) કોઈ આગમબાહ્ય પ્રરૂપણા કરે તો, તેના પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના, આગમના આધારે
તે વ્યક્તિને પ્રેમથી સમજાવવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ, જેથી બીજા લોકોને વ્યામોહ Kી ન થાય.
(૩) સામેની વ્યક્તિને સમજાવવામાં સફળતા મળી જાય તો અભિમાનથી છકી જવું ન જોઈએ.
(૪) તે ન સમજે તો “માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ # મારગની તો યે સમતા ચિત્ત ધરું” - આવી મધ્યસ્થ ભાવનામાં આપણે સ્થિર થવું.
(૫) પરંતુ તેના પ્રત્યે ધિક્કાર-તિરસ્કારભાવ આપણામાં પ્રગટવો ન જોઈએ. સ્વનું બગાડીને બીજાને છે સુધારવા જવામાં લાભ કરતાં નુકસાન વધુ છે. આ જાગૃતિ આત્માર્થીએ ખાસ રાખવી.
ઇ સિદ્ધસુખનો મહિમા પ્રગટાવીએ છે તેવી જાગૃતિના લીધે ધર્મસંગ્રહણિમાં વર્ણવેલ નિરુપમ સિદ્ધસુખ અત્યંત નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ છે કે ખરેખર ત્રણેય ભુવનમાં સિદ્ધસુખ સમાન બીજી કોઈ ચીજ નથી. આમ યોગ્ય ઉપમા ન હોવાથી સર્વજ્ઞ પણ સિદ્ધસુખને પૂરેપૂરું કહેવાને સમર્થ નથી.” (૮/૧૫)