________________
૨૦૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત સાત નયથી દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ભિન્ન નથી શ્લોકાર્ચ - આ રીતે અન્તર્ભાવ પામનાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું પૃથક્ કથન શા માટે કરેલ છે? પાંચ નો કરતાં સાત નયોમાં જેમ ભેદ રહેલો છે, તેમ સાત નયો કરતાં તો નવ નયોમાં એ લેશ પણ ભેદ રહેલો નથી. (૮/૧૪)
દેશનાપદ્ધતિ અંગે કાંઈક સૂચન ની આધ્યાત્મિક ઉપનય - આગમ અનુસાર તત્ત્વની વિચારણા કરવા ઉપર અહીં ભાર અપાયેલ (dી છે. તથા જે પદાર્થનું પ્રસિદ્ધ આગમિક પરંપરા કરતાં જુદી પ્રણાલિકાથી નિરૂપણ કરવામાં કશી મહત્ત્વપૂર્ણ
વિશેષતા ન હોય તો તેવા સ્થળે પૂર્વાચાર્યોની પ્રસિદ્ધ પ્રણાલિકાને અનુસરીને જ પદાર્થનું નિરૂપણ કરવું -રમે વ્યાજબી છે. આવું કરવામાં જ આપણી શાસ્ત્રનિષ્ઠા જળવાય છે અને આપણી દેશનાપદ્ધતિ પણ શ્રોતાને
વ્યામોહજનક બનતી નથી. આ બાબતને દરેક આત્માર્થી વિચારકોએ અને ઉપદેશકોએ પોતાના ચિત્તમાં સારી રીતે ધ્યાનમાં રાખવી.
મક સિદ્ધસ્વરૂપની નિકટ પહોંચીએ તેવી શાસ્ત્રનિષ્ઠાગર્ભિત ધર્મદેશનાથી જૈનતત્ત્વસાર ગ્રંથમાં જણાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે છે. ત્યાં મહોપાધ્યાય શ્રી સુરચન્દ્રગણીએ સિદ્ધ ભગવંતના સુખમય સ્વરૂપને દર્શાવતા કહે છે કે સિદ્ધાત્માઓ (૧) નિરંજન, (૨) નિષ્ક્રિય, (૩) સ્પૃહાશૂન્ય, (૪) સ્પર્ધારહિત, (૫) બંધન-સંધિવર્જિત, (૬) તાત્ત્વિક કેવલજ્ઞાનાત્મક નિધનથી સુંદર તથા (૭) નિરંતર આનંદરૂપી અમૃતરસથી યુક્ત હોય છે.” (૮/૧૪)