________________
૨૦૦
પffશ: :
[ અધ્યાત્મ અનુયોગ સહિત વિષયભેદ યદ્યપિ નહીં રે, ઈહાં અમ્હારઈ થૂલ;
ઉલટી પરિભાષા ઈસી રે, તો પણિ દાઝઈ મૂલ રે ૮/૮ (૧૧૬) પ્રાણી. ] ઈહાં યદ્યપિ અભ્યારઈ = શ્વેતાંબરનઈ, ધૂલ કહતાં મોટો, વિષયભેદ કહતાં અર્થનો ફેર
નથી. તો પણિ મૂલ કહતાં પ્રથમથી, (ઈસી = આવી) ઉલટી = વિપરીત, પરિભાષા = રસ શૈલી કરી, તે દાઝઈ છઈ = ખેદ કરઈ છઈ. “ય િર મવતિ નિઃ પરીયાં ઘરતિ રામે દ્રાક્ષા| સમન્નણં તુ á, તથાપિ પરિવિદ્યતે ચેતઃ II” (માસુ.સ.૬૭૨, સુર.મા.પ્ર. ૧/y.ર૪૧, સૂ.મુમ્બ્રો. રૂ૭) રૂતિ વાન *ઇતિ ૧૧૬મી ગાથાનો અર્થ સંપૂર્ણ * liટાટા,
नाऽस्ति बह्वर्थभिन्नत्वं यद्यप्यस्मत्तथापि हि। मूलतः परिभाषाया वैपरीत्यं दुनोति नः।।८/८।।
5 દિગંબરમત સમાલોચના , શ્લોકાર્થ :- જો કે અમારા કરતાં દિગંબરમતમાં બહુ મોટો અર્થભેદ નથી, તો પણ પહેલેથી જ પરિભાષામાં આવેલો વિપર્યાસ અમને ખિન્ન કરે છે. (૮૮)
આ દોષદર્શન કરાવવાનું તાત્પર્ય સમજીએ છે યા આધ્યાત્મિક ઉપનય :- બીજાના વિચારમાં, વાણીમાં કે વર્તનમાં કોઈક અલના કે અનૌચિત્ય
જોવા મળે, ત્યારે સજ્જનના હૃદયમાં તેના પ્રત્યે તિરસ્કારના બદલે કરુણાબુદ્ધિ જન્મે છે. તથા આ કરુણાથી જ સજ્જનના મનમાં સંતાપ = ખેદ થાય છે. તેથી નિઃસ્વાર્થ કરુણાથી પ્રેરાઈને સજ્જન વ્યક્તિ સામેના માણસને સુધારવાના આશયથી તથા સૈદ્ધાત્તિક પરમાર્થોનો ઉચ્છેદ વગેરે કરનારી તેની
ભૂલને સુધારવાના આશયથી યોગ્ય શબ્દોમાં યોગ્ય રીતે તેને તેની ભૂલ દેખાડે છે. યોગશાસ્ત્રના દ્વિતીય 6 પ્રકાશની વ્યાખ્યામાં આંતર શ્લોકમાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “ધર્મનો નાશ થાય, ક્રિયાનો
લોપ થાય કે સાચા સિદ્ધાન્તોના પરમાર્થનો ઉચ્છેદ (કે આડખીલી) થાય તો તેનો નિષેધ કરવા માટે
શક્તિશાળીએ વગર પૂછે પણ બોલવું જોઈએ.” આ શાસ્ત્રવચનને લક્ષમાં રાખીને સજ્જન સામેની વ્યક્તિને છે. સામે ચાલીને પણ સમજાવવા માટે પ્રયત્ન કરે છે. તે માટે ક્વચિત્ કડવા-આકરા વેણ સજ્જન બોલે
તો પણ દોષદર્શન કરાવવાની પાછળ સામેના માણસને ઉતારી પાડવાનો, બદનામ કરવાનો કે જાહેરમાં હલકા ચિતરવાનો ભાવ સજ્જનના હૃદયમાં હોતો નથી. તથા સામેનો માણસ પોતાની ભૂલને સુધારે તો તે જોઈને સજ્જનનું હૃદય આનંદવિભોર બને છે. આવી સજ્જનતાના બળથી “જંબૂચરિયરમાં શ્રીગુણપાલે કહેલ, સાદિ-અનંત ઉત્તમ નિરુપમસુખ = મોક્ષસુખ નજીક આવે. (૮૮)
૬ મ.માં “થલ’ અશુદ્ધ પાઠ. - કો.(૫)માં “તો ય’ પાઠ. કો.(૧૩)માં ‘પ્રથમની” પાઠ. * દાઝ = દુઃખ, ગુસ્સો. આધારગ્રંથ- પ્રેમપચીસી વિશ્વનાથજાની રચિત. પ્રકા. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.