________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૪)]
ગુણ-પર્યાય-સ્વભાવ-કારક તન્મયનો,
ભેદ અરથ છઈ તેહનો એ ૭/૪(૯૩) ગુણ-ગુણીનો; પર્યાય-પર્યાયવંતનો; સ્વભાવ-સ્વભાવવંતનો; કારક અનઇં તન્મય કહતાં 3 કારકી, તેહનો જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિશું, તે સર્વ એ (તેહનોત્ર) ઉપનયનો અર્થ જાણવો (છ).
“ઘટસ્થ , ઘટી રતા, ઘટસ્થ સ્વમ:, મૃતા પટો નિષ્પવિતા” ઈત્યાદિ પ્રયોગ જાણવા. ૭/૪
परामर्शः:
: द्रव्यस्य गुण-पर्याय-स्वभाव-कारकेषु हि।
तन्मयस्य विभेदः स्यादुपनयस्य गोचरः।।७/४।।
* સદ્ભુત વ્યવહારના વિષયો જ શ્લોકાર્થ - ગુણ, પર્યાય, સ્વભાવ અને કારક વિશે તન્મય એવા દ્રવ્યનો વિશેષરૂપે ભેદ કરવો તે સદ્ભુત વ્યવહાર ઉપનયનો વિષય થાય. (૪)
સભૂત વ્યવહારનો ઉપયોગ જ આધ્યાત્મિક ઉપનય :- “ગુણ-પર્યાય-સ્વભાવ વગેરે પણ પોતાના આશ્રયથી ભિન્ન છે' - આવું કહેવા દ્વારા સભૂત વ્યવહાર ઉપનય એવું સૂચિત કરે છે કે નિર્મલ ગુણ-પર્યાય-સ્વભાવ વગેરે પણ રડી આત્માથી ભિન્ન હોવાના લીધે તેના પ્રગટીકરણ માટે ભગીરથ પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. આત્મા હાજર હોવા માત્રથી તે પ્રગટ થઈ જાય તેમ નથી. આત્મા અને ગુણાદિ સર્વથા અભિન્ન હોય તો એમ અત્યાર સુધીમાં આપણામાં તે ગુણાદિ, વગર ઉદ્યમે, પ્રગટ થઈ જ ગયા હોત. કારણ કે આત્મા તો ધ્રુવ હોવાથી સર્વદા હાજર જ છે, પાસે જ છે. આ રીતે શુદ્ધ-અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય, પ્રસ્તુતમાં આધ્યાત્મિક ઉદ્યમ કરવાની પ્રેરણા કરે છે.
એ સિદ્ધસ્વરૂપ પ્રયત્નસાધ્ય જ તે ઉદ્યમના બળથી પરંપરાએ સિદ્ધસ્વરૂપે પ્રગટ થાય છે. ઔપપાતિકસૂત્રમાં, પ્રજ્ઞાપનાસૂત્રમાં, તીર્થોદ્ગાલિપ્રકીર્ણકમાં, દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં, આવશ્યકનિયુક્તિમાં, સંગ્રહશતકમાં તેમજ કુમારપાલપ્રબોધપ્રબંધમાં ઉદ્ધત કરેલ ગાથામાં સિદ્ધસ્વરૂપને જણાવતા કહે છે કે “(૧) અશરીરી, (૨) ઘન = નક્કર જીવપ્રદેશાત્મક, (૩) દર્શનમાં અને જ્ઞાનમાં ઉપયોગવાળા સિદ્ધો હોય છે. તેઓ સાકાર અને અનાકાર ઉપયોગને ધારણ કરે છે. આ સિદ્ધોનું સ્વરૂપ છે.” (૭૪)
• કો.(૮)માં “અર્થભેદ' પાઠ.
પુસ્તકોમાં “એહનો પાઠ. આ.(૧)+કો.(૯)નો પાઠ લીધો છે.