________________
૧૭૨
અસદ્ભૂત વ્યવહાર, પર પરિણતિ ભલ્યઇ; દ્રવ્યાદિક ઉપચારથી એ ૭/પા (૯૪)
[ અધ્યાત્મ અનુયોગ સહિત
*પર દ્રવ્યની પરિણતિ ભલ્યઈ, (એ=) જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહિયઈં, તે અસદ્ભૂત વ્યવહાર જાણવો. ઇતિ ગાથાર્થ. ॥૭/૫॥
परामर्श: :
असद्भूतावहारस्त्वन्यपरिणतिमिश्रणे । द्रव्यादेरुपचारेण नवधा भिद्यते परम् । ।७ / ५।।
* અસદ્ભૂત વ્યવહારનું પ્રતિપાદન
શ્લોકાર્થ :- અન્ય પરિણામનું મિશ્રણ કરવામાં આવે તો અસદ્ભૂત વ્યવહાર બને છે. દ્રવ્ય વગેરેનો ઉપચાર કરવાથી તેના નવ પ્રકારે ભેદ પડે છે. (૭/૫)
* દ્રવ્ય-અસત્યત્વ પણ ભાવસત્યસાધક
આધ્યાત્મિક ઉપનય :- જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તેને તે સ્વરૂપે બતાવવી તે સામાન્યથી ।। અસત્ય કહેવાય. તેમ છતાં કોઈ શાસ્ત્રીય આધ્યાત્મિક ઉમદા પ્રયોજન હોય તો જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તે વસ્તુને તે સ્વરૂપે બતાવવાનો વ્યવહાર ‘અસદ્ભૂત વ્યવહાર ઉપનય' તરીકે શાસ્ત્રકારોને માન્ય છે. અહીં દ્રવ્યતઃ અસત્યપણું હોવા છતાં ભાવતઃ સત્યપણું હોવાથી આવી ભાષા પણ જીવને મોક્ષમાર્ગે આગળ વધવામાં સહાય કરે છે. તેથી ભાવ સત્યની ઉપલબ્ધિ માટે કવચિત્ દ્રવ્ય-અસત્યત્વ પણ ‘અસત્યે વર્ત્યનિ સ્થિત્વા તતઃ સત્ય સમીતે' ન્યાયથી આદરણીય બને છે. પરંતુ આવા પ્રસંગે શાસ્ત્રસંમત આધ્યાત્મિક ઉમદા પ્રયોજનનું વિસ્મરણ ન થવું જોઈએ. આ વાત આત્માર્થી જીવે ખાસ ધ્યાનમાં રાખવી. તથા ‘કન્યા ચંદ્રમુખી છે’, ‘કન્યાની બન્ને આંખો કમળ જેવી છે, અમૃતના સાર વડે ઘડેલી છે....' ઈત્યાદિ ઉપચારો-આરોપો તો છોડી જ દેવા. કારણ કે તે મહામોહને પેદા કરનારા છે. આ ક્રમથી મોક્ષમાર્ગે વધતાં અમર એવું સિદ્ધસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંગે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે ‘નરક, તિર્યંચ, મનુષ્ય, દેવોની જેમ સિદ્ધિગતિમાં ફરીથી ભવભ્રમણ કરાવનાર મરણ આવતું નથી.' (૭/૫)
♦ આ.(૧)માં ‘વિવહાર રે' પાઠ.
• કો.(૭)માં ‘ભલઈ' પાઠ.
* આ.(૧)માં ‘૫૨ દ્રવ્યનો ઉપચાર તે જે પર પરિણિત ભલે છે' પાઠ.
• કો.(૧૩)માં ‘પરદ્રવ્યનો ઉપચાર તે જે પરપરિણતિ ભલ્યે તે સદ્ભૂત પરદ્રવ્યની પરિણતિ ભલે ઉપચારથી કહિયઈં અસદ્ભૂત વ્યવહાર જાણવો' પાઠ.