________________
૧૭)
[ અધ્યાત્મ અનુયોગ સહિત
કે શુદ્ધ-અશુદ્ધ ગુણોમાં સાધ્ય-સાધનભાવ 8 આત્માના શુદ્ધ ગુણોની ઉપલબ્ધિ એ જ ધર્મસાધનાનું મુખ્ય લક્ષ્ય છે. તેથી પ્રારંભમાં તેના સાધનરૂપે - અશુદ્ધ આત્મગુણોની ઉપલબ્ધિ કરવી જોઈએ. મતલબ કે શુદ્ધ ગુણ સાધ્ય છે તથા અશુદ્ધ ગુણ સાધન (છે. તથા શુદ્ધ કે અશુદ્ધ ગુણોની પ્રાપ્તિ, ઉદ્યમ વિના શક્ય નથી. કારણ કે તે ગુણો આત્માથી ભિન્ન છે.
આવા પ્રકારનો આશય સભૂત વ્યવહાર ઉપનયનો છે. ગુણ-ગુણીના ભેદની દૃષ્ટિ આત્માર્થી સાધકને ગુણોને ર મેળવવા સાધનામાર્ગે આગળ વધવાની પ્રેરણા કરે છે. આ રીતે જ ક્રમશઃ મોક્ષમાર્ગે આગળ વધતાં ત મુક્તાત્મસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંગે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તથા ઉપમિતિભવપ્રપંચા કથામાં જણાવેલ જ છે કે ત્રણ લોકની ઉપર રહેનારા તે મહાન આત્માઓ (= સિદ્ધ ભગવંતો) અમૂર્ત છે, સર્વ ભાવોને રીતે જાણે છે, તેઓએ સર્વ સંગોને ક્ષય કરેલ છે. તેઓ સદા સુખેથી રહે છે.” (૩)