________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૫/૯)]
પહિલો દ્રવ્યારથ નયો, દસ પ્રકાર તસ જાણો રે;
શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિક ધુરિ આણો રે ૫/૯લા (૬૩) ગ્યાન.
૬,
દ્રવ્યાર્થનય ૧, પર્યાયાર્થનય ૨, નૈગમનય ૩, સંગ્રહનય ૪, વ્યવહારનય ૫, ઋજુસૂત્રનય શબ્દનય ૭, સમભિરૂઢનય ૮, એવંભૂતનય ૯ એ નવ નયના નામ. તિહાં પહિલો દ્રવ્યાર્થિકનય. (તસ=) તેહના દસ પ્રકાર જાણવા.
તે દ્રવ્યાર્થિકનયના દસભેદમાંહિ ધુરિ કહતાં પહિલાં અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિક મનમાંહિ આણો. ‘ર્માધિરહિત શુદ્ધદ્રવ્યાધિઃ' એ પ્રથમ ભેદ જાણવો. પ/લા द्रव्यार्थनय आद्यो हि दशधा स विभिद्यते ।
परामर्शः
अकर्मोपाधिना शुद्ध आद्यो द्रव्यार्थ उच्यते । ।५/९ ।।
-
૧૩૩
પ્રથમ દ્રવ્યાર્થિકનયને સમજીએ
શ્લોકાર્થ :- પ્રથમ નય દ્રવ્યાર્થનય છે. તેના દશ પ્રકારે ભેદ પડે છે. અકર્મઉપાધિથી પ્રથમ શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. (૫/૯)
# નિરુપાધિક આત્મસ્વરૂપને પ્રગટાવીએ
આધ્યાત્મિક ઉપનય :- કર્મ જીવને સંસારમાં રખડાવનાર હોવાથી ઉપાધિસ્વરૂપ છે. જીવના મૂળભૂત ચૈતન્ય સ્વરૂપમાં કર્મનો પ્રવેશ શાસ્ત્રકાર પરમર્ષિઓને માન્ય નથી. જીવને વળગેલા કર્મો આગંતુક હોવાથી તે ઉપાધિરૂપે ઓળખાય છે. આગંતુક ઉપાધિ સ્વરૂપ કર્મોની સમ્યક્ પ્રકારે ઉપેક્ષા કરીને કર્મથી રહિત જીવના સ્વરૂપને ઓળખાવનાર શુદ્ધ દ્રવ્યાર્થિકનયના માધ્યમથી નિરુપાધિક આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થાય છે. “સિદ્ધ ભગવંતો સર્વન્દ્વન્દ્વરહિત, સર્વપીડાશૂન્ય, સર્વથા કૃતાર્થ છે. તેઓના સુખનું તો શું વર્ણન કરવું ?” – આ પ્રમાણે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તથા ઉપમિતિભવપ્રપંચા કથામાં સર્વોત્કૃષ્ટ આનંદથી વણાયેલ સિદ્ધસ્વરૂપ નિરુપાધિક આત્મસ્વરૂપ દર્શાવેલ છે. તે લોકાગ્ર ભાગે અભિવ્યક્ત થાય છે. તેને પ્રાપ્ત કરવાની સૂચના, હિતશિક્ષા અહીં મળે છે. (૫/૯)
=
♦ પુસ્તકોમાં ‘જાણવો' પાઠ નથી. ફક્ત કો.(૧૩) + લા.(૨)માં છે.
21