________________
૧૩૨
[અધ્યાત્મ અનુયોગ સહિત નવ નય, ઉપનય તીન ઈ, તર્કશાસ્ત્ર અનુસારો રે;
અધ્યાત્મવાચઈ વલી, નિશ્ચય “નઈ વ્યવહારો રે /પ/ટા (૬૨) ગ્યાન. તેહનઈ મતઈ તર્કશાસ્ત્રનઈ અનુસારઈ નવ નય અનઇં ત્રણ ઉપનય છઈ.
(વલી=) તથા અધ્યાત્મવાચઈ = અધ્યાત્મશૈલીઈ નિશ્ચયનય વ્યવહારનય ઇમ ર જ નય કહિછે. દ્રવ્યાર્થિકનય ૧, પર્યાયાર્થિક નય ૨, નૈગમાદિ ૭ નય એવં ૯ નય જાણવા. *ઇમ ૬૨ ગાથાનો અર્થ * ૫/૮
र
-
नव नयाः त्रयश्चोपनयाः तर्कानुसारतः। નિશ્ચય-વ્યવહારને 7 થ્થsધ્યાત્મિરીતિત પાટા
જ નય નવ, ઉપનય ત્રણ : દિગંબરમત છે શ્લોકાર્થ :- તર્કશાસ્ત્ર અનુસારે નવ નય અને ત્રણ ઉપનય છે. અધ્યાત્મશૈલીથી તો નિશ્ચય અને વ્યવહાર બે જ નય કહેવાય છે. (૫૮)
તાર્કિક પદ્ધતિ અને આધ્યાત્મિક પદ્ધતિનો સમન્વય સાધો જ આધ્યાત્મિક ઉપનય :- દેવસેનજીએ તર્કને અને અધ્યાત્મને કેન્દ્ર સ્થાનમાં ગોઠવી નયના વિભિન્ન દદ વિભાગ બનાવ્યા છે. આનાથી આપણે એટલો બોધપાઠ લેવા જેવો છે કે કોઈ પણ વસ્તુને તાર્કિક
શૈલીથી વિચાર્યા બાદ આધ્યાત્મિક પદ્ધતિએ પણ આપણે વિચારવી જોઈએ. વસ્તુલક્ષી વિચારધારા જીવને
તર્કવાદની દિશામાં આગળ ધપાવે છે. જ્યારે આત્મલક્ષી વિચારણા જીવને અધ્યાત્મવાદના માર્ગે આગેકૂચ 3. કરાવે છે. પદાર્થના સ્વરૂપની સ્પષ્ટતા તર્કવાદના માધ્યમથી થાય છે. જ્યારે પરમાત્મસ્વરૂપની સ્પષ્ટતા
અધ્યાત્મવાદના આલંબને જ થાય છે. આથી આત્મહિત જોખમાય નહીં તે રીતે યથોચિતપણે તર્કવાદનો ની ટેકો લઈ મોક્ષસાધક પદાર્થનો સમ્યફ નિર્ણય કરી, આગળ જતાં તાર્કિક દૃષ્ટિનો અને આધ્યાત્મિક દૃષ્ટિનો મો સમન્વય કરવા દ્વારા અધ્યાત્મવાદસમુદ્રમાં ઊંડા ઉતરી શાશ્વત આત્માનંદ, કેવલજ્ઞાન વગેરે ગુણરત્નોને
પ્રાપ્ત કરી લેવા એ જ આપણું-આત્માર્થીઓનું પરમ કર્તવ્ય છે. કારણ કે શાશ્વત આત્માનંદ વગેરે પ્રાપ્ત થયા પછી ક્યારેય પણ દુઃખ-પીડા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. આ અંગે પ્રજ્ઞાપના સૂત્રનો સંદર્ભ મનમાં સ્થિર કરવા યોગ્ય છે. ત્યાં શ્યામાચાર્યજીએ જણાવેલ છે કે “સર્વ દુઃખોનો પાર પામેલા, જન્મજરા-મરણસ્વરૂપ બંધનમાંથી કાયમ મુક્ત થયેલા સુખી એવા સિદ્ધ ભગવંતો પીડાશૂન્ય શાશ્વત સુખને પામેલા છે.' (પ૮િ)
૬ કો.(૧૨)માં “અધ્યાત્મ' પાઠ. ૧ કો.(૨)માં “નય’ પાઠ. મ.નો પાઠ લીધો છે. # કો.(૧૩)+આ.(૧)માં ‘ત્રિણ પાઠ. '..ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧)માં છે. * ..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.