________________
૧૧૦
અવાચ્ય' ૬.
એક અંશ સ્વરૂપઈં, એક અંશ પરરૂપÛ, એક અંશ યુગપત્" ઉભય રૂપઇ વિવક્ષી,I સ તિવારઈ “છઇ, નથી *અનઈં અવાચ્ય' ૭. *ગાથા ૯મીનો અર્થ.* ૫૪/૯।
परामर्श:
[ અધ્યાત્મ અનુયોગ સહિત
क्षेत्र - कालादियोगेन भवन्ति भङ्गकोटयः ।
इहोच्यते समासेन सप्तभङ्गी सुयोगतः । । ४ / ९ ॥
છુ દ્રવ્ય-ક્ષેત્રાદિસંબંધથી ભેદાભેદની વિચારણા છે
શ્લોકાર્થ :- ક્ષેત્ર, કાળ વગેરેના યોગથી નયના કરોડો ભેદ થાય છે. આ ગ્રંથમાં તો સંક્ષેપથી યોગ્ય અપેક્ષાથી (સ્વરૂપથી અસ્તિત્વ અને પરરૂપથી નાસ્તિત્વ સંબંધી) સપ્તભંગી કહેવાય છે. (૪/૯) વિરાધક તરીકેનું અસ્તિત્વ છોડીએ ક
આધ્યાત્મિક ઉપનય :- ‘સ્વરૂપથી અસ્તિત્વ અને પરરૂપથી નાસ્તિત્વ
આ બન્ને વસ્તુ અલગ
ધ્યા
છે તથા બન્ને એકીસાથે હોવા જરૂરી છે’ આ બાબત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે . આપણું જ્યારે સાધકસ્વરૂપે અસ્તિત્વ હોય ત્યારે વિરાધકરૂપે નાસ્તિત્વ હોવું પણ એટલું જ અગત્યનું છે. જો વિરાધક તરીકે આપણું નાસ્તિત્વ (= અસત્ત્વ) ન હોય તો સાધક તરીકેનું આપણું અસ્તિત્વ અતાત્ત્વિક બની જાય. વિરાધક તરીકે આપણું અસ્તિત્વ હોય અને આરાધક તરીકે પણ આપણું અસ્તિત્વ હોય તેવું નિશ્ચયથી શક્ય નથી. તેથી સાધકરૂપે આપણા અસ્તિત્વને પ્રગટાવવા માટે જેટલો પ્રયત્ન કરવાની જરૂર છે, તેટલો જ પ્રયત્ન વિરાધક તરીકેનું આપણું અસ્તિત્વ નાબૂદ કરવા માટે આવશ્યક છે. સાચા, સારા, સમજુ અને પાકા આત્માર્થી આરાધક જીવો વિરાધક તરીકેનું પોતાનું અસ્તિત્વ પૂર્ણતયા રવાના કરવા સતત પ્રયત્નશીલ હોય જ એ બાબતમાં કોઈ પણ વિદ્વાન શંકા કરતા નથી. તથા આ રીતે જ પ્રકૃતિવિચ્છેદપ્રકરણમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં આગમિક આચાર્ય જયંતિલકસૂરિજીએ જણાવેલ છે કે ‘સદા કેવલજ્ઞાનાદિઅનંતચતુષ્ટયયુક્ત, ત્રણ જગતથી પૂજ્ય સિદ્ધ ભગવંત શાશ્વત હોય છે.' (૪/૯)
-
* કો.(૭)માં ‘અને' પાઠ છે. મ.માં ‘નઈં’ પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે.
# ધ.માં ‘યુગપત્’ પાઠ નથી.
7 કો.(૧૩)માં ‘વિવક્ષાઈ’ પાઠ.
... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં જ છે.