________________
૧૧૧
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૪/૧૦)]
*હવઈ એ સપ્તભંગી ભેદભેદમાં જોડાઇ છ0 – •પર્યાયાર્થ ભિન્ન વસ્તુ છઈ, દ્રવ્યાર્થઈ અભિન્નો રે; ક્રમઈ ઉભય નય જો અÍજઈ, તો ભિન્ન નઈ અભિન્નો રે ૪/૧૦ (૫૦) શ્રત રે પર્યાયાર્થિનયથી સર્વ વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાય લક્ષણઈ કથંચિત્ ભિન્ન જ છઈ (૧).
દ્રવ્યાર્થનયથી કથંચિત્ અભિન્ન જ છઇ. જે માટઈ ગુણ-પર્યાય દ્રવ્યના જ આવિર્ભાવ -તિરોભાવ છઈ (૨).
અનુક્રમઈ જો ૨ (= ઉભય) નય દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક અર્પયઈ, તો કથંચિત્ ભિન્ન (નઈ = અને) કથંચિત્ અભિન્ન કહિયઈ (૩). //૪/૧૦ll.
परामर्शः
पर्यायार्थमते भिन्नं सर्वं दया
क्रमार्पितोभयं तर्हि भिन्नाऽभिन्नं तदुच्यते।।४/१०।।
જ ભેદભેદમાં સપ્તભંગીની યોજના શ્લોકાઈ :- દરેક વસ્તુ પર્યાયાર્થિકનયના મતથી ભિન્ન છે, દ્રવ્યાર્થિકનયથી અભિન્ન છે. પર્યાયાર્થિક 5 અને દ્રવ્યાર્થિક નયની ક્રમશઃ અર્પણ કરવામાં આવે તો સર્વ વસ્તુ ભિન્નભિન્ન કહેવાય છે. (૪/૧૦)
નયનો કેવી રીતે ઉપયોગ કરવો ? તે શીખીએ આધ્યાત્મિક ઉપનય :- પર્યાયાર્થિકનયના અભિપ્રાયને કેન્દ્રસ્થાને ગોઠવી, “આપણા શુદ્ધ ગુણ અને નિર્મળ પર્યાયો આપણાથી ભિન્ન છે' - આમ વિચારી ઉત્પન્ન થયેલા શુદ્ધ ગુણ-પર્યાય નાશ ન પામે તથા અનુત્પન્ન નિર્મળ ગુણ-પર્યાય ઉત્પન્ન થાય તે માટે સાવધાન બની સતુ પુરુષાર્થ આચરવો. તથા પ્રમાદ-ગફલતના લીધે સામેની વ્યક્તિ પોતાના ગુણાદિને ગુમાવી બેસે તેવું જોવા મળે ત્યારે દ્રવ્યાર્થિકનયના અને અભિપ્રાયને કેન્દ્રસ્થાને સ્થાપિત કરી તેના ધ્રુવ આત્માથી અભિન્નપણે તેના શુદ્ધગુણ-પર્યાયો તિરોભાવે છે, ત્યાં હાજર જ છે' - એવું હૃદયથી સ્વીકારી તેના પ્રત્યે દ્વેષ-દુર્ભાવ થતો અટકાવી, સદૂભાવ-મૈત્રી વગેરે ભાવોને ટકાવી રાખવા. આ રીતે આપણા ભાવપ્રાણને ટકાવી રાખવા પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયનો છે, સમુચિત ઉપયોગ કરવો હિતકારી છે. તેનાથી શાંતસુધારવ્યાખ્યામાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ બને. તે
ત્યાં કહેલ છે કે “મોક્ષસુખ એ (૧) અનાહત-અવ્યાહત, (૨) અખંડ, (૩) સનાતન, (૪) સિદ્ધ (= પ્રસિદ્ધ કે નિષ્પન્ન), (૫) સ્વાભાવિક અને (૬) હિતસ્વરૂપ છે.” (૪/૧૦)
૨ પ્રસ્તુત ગાથાની અવતરણિકા + ટબો ધ.માં નથી. - મ.માં ‘પર્યાયારથ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. ૪ મ.શાં.+લા.(૨)માં ‘દ્રવ્યારથઈ પાઠ કો.(૨)નો પાઠ લીધો છે. જ આ.(૧)માં “તે માટે પાઠ.