________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૪૯)]
૧૦૯ ક્ષેત્ર-કાલ-ભાવાદિક યોગઈ, થાઈ ભંગની કોડી રે; સંખેપઈ “એક ઠામિ કહિઈ, સપ્તભંગની જોડી રે ૪/લા (૪૯) શ્રુત દ્રવ્યાદિક વિશેષણપણઈ ભંગ થાઈ, તિમ ક્ષેત્રાદિક (= ક્ષેત્ર-કાલ-ભાવાદિક) વિશેષણઈ ( યોગઈ) પણિ (ભંગની કોડી=) અનેક ભંગ થાયઈ.
તથા દ્રવ્યઘટ સ્વ કરી વિવક્ષિઈ, તિવારઈ ક્ષેત્રાદિક ઘટ પર થાઈ. ઈમ પ્રત્યેકઈ સપ્તભંગી પણિ કોડીગમઈ નીપજઈ.
'स्यादस्त्येव घट: १, स्यान्नास्त्येव २, स्यादवाच्यः एव ३, स्यादस्त्येव नास्त्येव च ४, स्यादस्त्येव स्याद-वक्तव्य एव ५, स्यानास्त्येव स्यादवक्तव्य एव ६, स्यादस्त्येव स्यानास्त्येव स्यादवक्तव्य एव चेति ॥ ७ प्रयोगः।
તથાપિ (સંખેપઈ) લોકપ્રસિદ્ધ જે કંબુગ્રીવાદિપર્યાયોપેત ઘટ છઇ. તેહનઈ જ (= એક ઠામિ) સ્વ2વડીનઈ સ્વરૂપઈ અસ્તિત્વ, પરરૂપઈ નાસ્તિત્વ – ઈમ લેઈ સપ્તભંગી (કહિઈ=) દેખાડિઈ છઈ. તથાતિ
સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ ઘટ છઈ જ ૧. પદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ જ ઘટ* નથી જ ૨.
એક વારઈ ઉભય વિવફાઈ અવક્તવ્ય જ, બે પર્યાય એક શબ્દઈ મુખ્યરૂપ ન કહવાઈ જ ૩.
એક અંશ સ્વરૂપ છે, એક અંશ પરરૂપઇ વિવક્ષીઈ, તિવારઈ “છઈ *અનઇં નથી” ૪.
એક અંશ સ્વરૂપઈ, એક અંશ યુગપત્ ઉભયરૂપઈ વિવક્ષીઈ, તિવાર “છઈ *અનઇ અવાચ્ય” ૫.
એક અંશ પરરૂપઈ, એક અંશ યુગપત્ ઉભયરૂપઈ વિવક્ષીઈ, તિવારઈ “નથી *અનઇ
• મ.માં “એ” પાઠ. ભા.+M(૧)+કો.(૪+૫+૧૨+૧૩)માં ‘એક’ પાઠ. જ કો.(૪)માં ‘ભંગતા” પાઠ. ૪ મો.(૧)માં “કોડી’ પાઠ. ૧ સિ.+કો.(૯) પુસ્તકોમાં ‘વિશેષણઈ પાઠ છે. અહીં પા.નો પાઠ લીધેલ છે. *.ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. (૩+૪) + કો.(૭+૧૨)માં છે.
સ્વત્રેવડીનઈ = પોતાનું ત્રણ વાર પુનરાવર્તન કરીને. ભગવદ્ગોમંડલમાં (પૃષ્ઠ-૪૨પ૨) “બેવડવું = ત્રણ-ત્રણ વખત વિચારી જોવું, ત્રણગણું કરવું.' * પુસ્તકોમાં “જ' નથી. કો.(૯) + સિ.માં છે. * પુસ્તકોમાં “ઘટ’ પદ નથી. કો. (૭)માં છે. * કો.(૭)માં “અને પાઠ છે. મ.માં “નઈ પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે.