________________
૧૦૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
ભેદાભેદ તિહાં પણિ કહતાં, વિજય જૈન મત પાવઈ રે; ભિન્નરૂપમાં ‘રૂપાંતરથી, જિંગ અભેદ પણ આવઈ રે ।।૪/૭ા (૪૭) શ્રુતતિહાં જડ-ચેતનમાંહઈં પણિ ભેદાભેદ કહતાં જૈનનું મત *તે વિજય પામઈ. જે માટઈં ભિન્નરૂપ જે જીવાજીવાદિક તેહમાં, રૂપાંતર = દ્રવ્યત્વ-પદાર્થત્વાદિક, તેહથી (જગિ=) જગમાંહઈં અભેદ પણિ આવઇ.
*એટલઈં ભેદાભેદનઈં સર્વત્ર વ્યાપકપણું કહિયઉં. ૪/ગા
परामर्शः
तत्राऽप्यभेद-भेदोक्तौ जयेत् जैनमतं ननु ।
भिन्ने द्रव्येऽन्यरूपेणाऽभेदोऽपीह सुलभ्यते । ।४/७ ॥
જડ-ચેતનનો ભેદાભેદ
શ્લોકાથ :- ખરેખર, જડ-ચેતનમાં પણ ભેદાભેદ કહેવામાં જૈન મત જીતી જશે. કેમ કે ભિન્ન દ્રવ્યમાં અન્ય સ્વરૂપે અભેદ પણ અહીં સુલભ છે. (૪/૭)
* ભેદાભેદના આલંબને ચિત્તવૃત્તિને ઊંચકીએ
ध्या
આધ્યાત્મિક ઉપનય : જડ અને ચેતનનો ભેદાભેદ સ્વીકારવાની વાત અધ્યાત્મ માર્ગમાં એક ” મહત્ત્વપૂર્ણ ઘટના છે. તે આ રીતે - આપણા શરીરને કોઈ છેદે, ભેદે કે બાળે ત્યારે બંધકમુનિ, મેતાર્ય
મુનિ, ગજસુકુમાલ મુનિની જેમ શરીર અને આત્માનો ભેદ વિચારી ‘શરીરને તકલીફ થવાથી મને Ø કાંઈ જ નુકસાન નથી. કારણ કે હું તો જડ શરીરથી તદ્દન નિરાળો એવો ચેતનવંતો આત્મા છું –
આવી ભાવનામાં ઊંડા ઉતરી સામેની વ્યક્તિ પ્રત્યે મધ્યસ્થતા કેળવવા પ્રામાણિકપણે પ્રયત્ન કરવો જોઈએ. તે જ રીતે શરીર અને આત્માનો કથંચિત્ અભેદ વિચારી બીજાનાં શરીરને તકલીફ આપવા દ્વારા તે
યો વ્યક્તિને પીડિત કરવાની પ્રવૃત્તિ કદાપિ કરવી ન જ જોઈએ. સર્વત્ર પરકીયદેહપીડાપ્રદાનથી સતત
દૂર રહેવા માટે પ્રામાણિકપણે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણને મોક્ષમાર્ગે આગળ વધવામાં જે રીતે સહાયક બને તે રીતે શરીર અને આત્માનો ભેદ અને અભેદ વિચારી સ્વભૂમિકા યોગ્ય વર્તન અને વલણ કેળવવાની આપણે જાગૃતિ અને તત્પરતા રાખવી જોઈએ. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં શ્રાવકપ્રજ્ઞપ્તિમાં દર્શાવેલ નિરુપમસુખસ્વરૂપ મોક્ષ સુલભ થાય. (૪/૭)
♦ પુસ્તકોમાં ‘જઈન' પાઠ. આ.(૧)+કો.(૨)નો પાઠ લીધેલ છે.
* લા.(૧) + લા.(૨) + મ. + શાં.માં ‘રૂપંત...’ પાઠ. કો.(૪+૭)નો પાઠ લીધો છે.
* પુસ્તકોમાં ‘તે' નથી.. લા.(૨)માં છે.
♦...। ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯) + સિ.માં નથી.
TM કો.(૭)માં ‘કહ્યું’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.