________________
परामर्शः: यो घटः प्रया
૧૦૨
[અધ્યાત્મ અનુયોગ સહિત ભેદભેદનો પ્રત્યક્ષનો અભિશાપ પુદ્ગલ દ્રવ્યઈ દેખાડઈ છઈ – 3 શ્યામભાવ જે ઘટ છઈ પહિલાં, પછઇ ભિન્ન તે રાતો રે;
ઘટભાવઈ નવિ ભિન્ન જણાઇ, સી વિરોધની વાતો રે? I૪/૪ (૪૪) શ્રુત છે જે ઘટ પહિલાં શ્યામભાવ છઈ, તે પછઈ રાતો ભિન્ન જ જણાઈ છઈ, અનઇ બિહું કાલઈ ઘટભાવઈ (નવિ ભિન્ન=) અભિન્ન જ જણાઈ છઇં. શ્યામ રક્ત અવસ્થાભેદઈ ઘટ એક જ છઈ તો ઈહાં વિરોધની વાત સી કહેવી? I૪/૪ો.
, यो घटः श्याम आसीत् प्राक्, पश्चाद् रक्ततयेतरः। घटत्वाऽनुगतो ज्ञातो विरोधस्य तु का कथा ?॥४/४।।
પુગલમાં ગુણનો ભેદભેદ શ્લોકાર્થ :- જે ઘટ પૂર્વે શ્યામ હતો તે જ ઘટ પાછળથી રક્ત થવાથી ભિન્ન જણાય છે તેમ છતાં ઘટવરૂપે તે પૂર્વાપર અવસ્થામાં અનુગત = એક જણાય છે. તેથી ભેદભેદમાં વિરોધની વાત કેમ કહેવાય ? અર્થાતુ ન જ કહેવાય. (૪૪)
* જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનનું બહુમાન : અભેદ નય & આધ્યાત્મિક ઉપનય :- ગુણ-ગુણીનો ભેદભેદ આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણો ઉપયોગી છે. તે આ ૨. રીત - ગુણ-ગુણીમાં અભેદ હોવાથી જ જ્ઞાન ગુણનું બહુમાન કરવા આપણે જ્ઞાનીનું બહુમાન કરીએ ટા છીએ. જો જ્ઞાન અને જ્ઞાની પરસ્પર અત્યંત ભિન્ન હોય તો જ્ઞાનીનું બહુમાન કરવાથી જ્ઞાનના બહુમાનનો
લાભ કઈ રીતે મળી શકે ? જ્ઞાન અને જ્ઞાની અત્યંત ભિન્ન હોવા છતાં જો જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનના {} બહુમાનનો લાભ મળી શકતો હોય તો અજ્ઞાનીના બહુમાનથી પણ જ્ઞાનના બહુમાનનો લાભ મળવો
જોઈએ. કેમ કે જ્ઞાન તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેથી, ભેદવાદીના મત મુજબ, ભિન્ન જ છે. પરંતુ - તેવું તો કોઈને જ માન્ય નથી. માટે ગુણ-ગુણીનો અભેદ માનવો આધ્યાત્મિક લાભમાં સહાયક છે.
ક ભેદનય અભિમાન છોડાવે છે તથા આપણા ગુણો આપણને અભિમાન ન કરાવે તે માટે ગુણ-ગુણીનો ભેદ વિચારવો લાભદાયી Cી બને છે. તેમ જ આપણે ઉગ્રવિહારી હોઈએ કે ઘોર તપશ્ચર્યા કરનાર હોઈએ કે શાસ્ત્રમાં પારંગત 3 હોઈએ અને “જોયા મોટા ઉગ્રવિહારી ! ભણેલા તો કશું નથી. જોયા મોટા તપસ્વી ! ક્રોધ તો ભયંકર
છે. જોયા મોટા પોથી પંડિત ! તપ તો કરતા નથી? - ઈત્યાદિરૂપે આપણા ગુણગણને ઉદેશીને ઈર્ષાથી આપણી કોઈ આશાતના કે અવહેલના કરે ત્યારે પ્રગટ થયેલા ગુણોથી પોતાનું ન્યારું અસ્તિત્વ નજર સામે રાખવાથી, સામી વ્યક્તિને શ્રાપ આપવાની ગંભીર ભૂલ આપણે કરી ન બેસીએ તથા તેવા અવસરે અસંયમી કે અજ્ઞાની કે અતપસ્વી વ્યક્તિને જેમ તથાવિધ તીવ્ર માન કષાય ન નડે તેમ આપણને પણ ત્યારે તથાવિધ માન કષાય ન નડે. આ રીતે વિચારેલો ગુણ-ગુણીનો ભેદ ગુણની શુદ્ધિ પુસ્તકોમાં “જ નથી. કો.(૧૧) + લા.(૨)માં છે.