________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૪/૩)]
ज्ञप्तिविरोधिनी, अवच्छेदक-तदवच्छेदकादेरिव ज्ञप्तेर्यथाजिज्ञासं व्यवस्थितत्वादिति उत्पत्ति-ज्ञप्त्यन्यतराऽ विरोधाददूषणमेवेत्यादि (अने.व्य. पृ. ८३) व्युत्पादितम् अनेकान्तव्यवस्थायाम् अस्माभिः ।। १६ ।। यदप्युक्तं 'बाधकमप्यस्ति अनेकान्ते भेदाभेदादिधर्मो नैकाधिकरणौ' इत्यादि तदप्यनुपपन्नम्, भेदाभेदयोरेकाधिकरणतया प्रत्यक्षबुद्धौ प्रतिभासमानत्वेन 'अनुष्णोऽग्निः द्रवत्वाद् जलवदि 'तिवदस्य हेत्वाभासत्वादिति दिक् ।। १७ ।।
उद्धरन्त्यनया रीत्या ये सप्तदश दूषणाः । ते सप्तदशभेदस्य चारित्रस्याऽपि पारगाः ।। १ ।। स सम्यक्त्व - मौनयोः सूत्रे मिथो व्याप्त्या यदीक्ष्यते । उक्तं रहस्यं तेनेदं यशोविजयवाचकैः ।।२।। 118/311
परामर्श:
साक्षिणि सर्वलोके यत्, प्रत्यक्षेणोपलभ्यते ।
ત્ર રસ-રૂપાવિવત્ તકોષઃ ચં ભવેત્ ?૫/૪/૨૫
૧૦૧
ભેદ-અભેદમાં અવિરોધ પ્રત્યક્ષસિદ્ધ
શ્લોકાર્થ :- સર્વ લોકો સાક્ષી છે કે એકત્ર રૂપ-૨સાદિની જેમ ભેદાભેદઉભય પણ પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે. તેથી ભેદ-અભેદમાં વિરોધ કઈ રીતે આવે ? (આમ સમકિત શુદ્ધ કરવું.) (૪/૩) ચારિત્રનું ચાલકબળ : સમ્યક્ત્વ
આધ્યાત્મિક ઉપનય :- જેને તું સકિત તરીકે જુએ છે, તેને મુનિપણું જાણ. જેને તું મુનિપણા સ્વરૂપે જુએ છે, તેને તું સમકિત સ્વરૂપે જો” - આ પ્રમાણે આચારાંગસૂત્રમાં સમ્યક્ત્વ અને મૌન વચ્ચે સમવ્યાપ્તિ જણાવેલ છે, તેનું આધ્યાત્મિક રહસ્ય એવું જણાય છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ દ્વારા ચારિત્ર એ ભાવચારિત્ર બને છે, સમ્યક્ ચારિત્રસ્વરૂપ બને છે. સમકિતના યોગ-ક્ષેમથી ભાવચારિત્રનો યોગ-ક્ષેમ થાય છે. સમ્યક્ત્વની શુદ્ધિ-વૃદ્ધિ દ્વારા ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ થાય છે. પ્રાપ્ત થયેલ ચારિત્રનું બળ સમ્યકત્વનું એ બળ વધવાથી વધે છે. તથા પ્રાપ્ત થયેલ ચારિત્રનો પાર પામવા માટે સમ્યક્ત્વનો પાર પામવો જરૂરી છે. સમ્યક્ત્વની શુદ્ધિ કે વૃદ્ધિ વિના ચારિત્રની શુદ્ધિ કે વૃદ્ધિ શક્ય નથી. યદ્યપિ ચારિત્રાચારના પાલન દ્વારા ચારિત્રની શુદ્ધિ થાય છે પરંતુ તે શુદ્ધિ બહિરંગ છે. ચારિત્રની અંતરંગ શુદ્ધિ તો સમ્યક્ત્વની શુદ્ધિ વિના સો શક્ય જ નથી. તેથી ચારિત્રસંબંધી યોગ, ક્ષેમ, શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપૂર્ણતાને ઈચ્છતા આત્માર્થી જીવે બાહ્ય ચારિત્રાચારના ચુસ્ત પાલનની સાથે સમ્યગ્દર્શનસંબંધી યોગ, ક્ષેમ, શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપૂર્ણતા માટે સતત પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. એવું થાય તો જ આચારાંગજીમાં બતાવેલ સપ્તમગુણસ્થાનકવર્તી નૈક્ષયિક સમ્યગ્દર્શન મળે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા સંપન્ન થાય. તેથી નૈૠયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે દ્રવ્યાનુયોગનો માર્મિક અભ્યાસ કરવો પણ તેટલો જ આવશ્યક છે. તેનાથી સંબોધપ્રકરણમાં દર્શાવેલ પીડારહિત મોક્ષસુખ નજીક આવે છે. (૪/૩)
જી....] ચિહ્નદ્રયમધ્યવર્તી વિસ્તૃત પાઠ પુસ્તકોમાં નથી.કો.(૩) + લી.(૪) + સિ.માં છે.