________________
દ્રવ્ય-ગુણ-કાર્યનો રાસ +ટો (૪૪)].
૧૦૩
-વૃદ્ધિ વગેરે કરવા દ્વારા આધ્યાત્મિક વિકાસ સાધવામાં ઉપયોગી છે, સહાયક છે. આ રીતે શરીર અને આત્મા વચ્ચે અભેદબુદ્ધિનો પરિત્યાગ કરીને દેહાત્મગોચર ભેદબુદ્ધિના પરિપાકથી જ્ઞાનાર્ણવમાં ) દિગંબર શુભચંદ્રજીએ દર્શાવેલ શુદ્ધાત્મા પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે “શુદ્ધાત્મા નિષ્કલ, ઈન્દ્રિયાતીત, નિર્વિકલ્પ, નિરંજન, અનંતશક્તિયુક્ત તથા નિત્ય આનંદથી પરિવરેલો છે.” (૪/૪) જ