________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
પરનિંદા - સ્વપ્રશંસા ટાળીએ : નૈગમનય
આધ્યાત્મિક ઉપનય :- ‘ભૂતકાલીન પદાર્થ વર્તમાનમાં પણ સત્ છે' - આ હકીકત આધ્યાત્મિક
દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. તે આ રીતે - (૧) કોઈ વ્યક્તિ માસક્ષમણ કર્યા બાદ રાત્રિભોજન કરે, (૨) નમસ્કારમહામંત્ર વગેરે સૂત્રનો અધિકાર મેળવવા માટે ઉપધાન કર્યા બાદ હોટલમાં જમે, (૩) છરી દ પાલિત તીર્થયાત્રા કર્યા બાદ મદ્યપાન કરે, (૪) વર્ષીતપ કર્યા બાદ સાસુ વહુને ત્રાસ આપે, (૫) વીસ-પચીસ વર્ષ સારી રીતે દીક્ષા પાળ્યા બાદ કોઈ સાધુ સંયમજીવનને છોડે વગેરે પ્રસંગો જ્યારે જાણવામાં આવે ત્યારે પૂર્વે આરાધના કરનાર અને પાછળથી વિરાધના કરનાર કર્માધીન બનેલી તેવી વ્યક્તિ પ્રત્યે દ્વેષ, દુર્ભાવ જાગી ન જાય કે તેની નિંદા કરવાના વમળમાં ફસાઈ ન જવાય તે માટે ‘તેની ભૂતકાલીન નિર્મળ આરાધના વર્તમાનમાં પણ કોઈકને કોઈક સ્વરૂપે હાજર છે' - તેવું હૃદયથી સ્વીકારવા આપણે કટિબદ્ધ બનવું જોઈએ. તથા ‘આપણે ભૂતકાળમાં કરેલી ભૂલો પણ કોઈકને કોઈક
cat
યો સ્વરૂપે (= કર્મસ્વરૂપે, સ્મરણસ્વરૂપે... યાવત્ સંસ્કાર સ્વરૂપે) વર્તમાનમાં વિદ્યમાન છે’ - તેવું વિચારી
તેની આલોચના-પ્રાયશ્ચિત્ત વગેરે કરવા દ્વારા આત્મશુદ્ધિ વહેલી તકે કરી લેવી. આવી બીજી સૂચના { પણ પ્રસ્તુત શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. આ રીતે જ ક્રમસર મોક્ષમાર્ગે આગળ વધતાં યોગબિંદુમાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ છે કે ‘સર્વથા સંક્લેશનો ક્ષય કરનાર, કૃતકૃત્ય, પીડારહિત એવો આત્મા ત્યારે મોક્ષમાં સદા આનંદમય રહે છે.' (૩/૧૨)
૮૪