________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત ૬ ચોગાચાર મતનું આધ્યાત્મિક મૂલ્યાંકન આધ્યાત્મિક ઉપનય :- મોક્ષે જવા માટે કેવલજ્ઞાન જોઈએ. કેવલજ્ઞાન મેળવવા ક્ષપકશ્રેણિ માંડવી જોઈએ. ક્ષપકશ્રેણિ માટે શુક્લધ્યાન જોઈએ. તે માટે ધર્મધ્યાનમાં કુશળ બનવું જોઈએ. તે માટે જ્ઞાન એ પરિપક્વ-પરિશુદ્ધ બનાવવું પડે. “જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન વિના હું અધૂરો છું. જ્ઞાન વિના હા, મારું અસ્તિત્વ જોખમાશે. જ્ઞાન સિવાય બીજું બધું અસાર છે' - આ પ્રમાણે જ્ઞાનનો મહિમા જ્યાં - સુધી હૃદયાંકિત ન થાય ત્યાં સુધી જ્ઞાન (૧) પરિપક્વ, (૨) પ્રબળ, (૩) પરિશુદ્ધ, (૪) પરિપૂર્ણ ( બનતું નથી. આ બાબતને હૃદયમાં રાખીને, તેમજ “અક્ષય, પીડાશૂન્ય, પુનરાગમનરહિત સ્થાન જ
ઉપાદેય છે' - આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં જે જણાવેલ છે, તેની વિભાવના કરવા દ્વારા દઢપણે રીએ મોક્ષલક્ષિતાને મનોગત કરી, જ્ઞાનમહિમાથી ભાવિત બની, જ્ઞાનમય ચૈતન્યસ્વરૂપ વિજ્ઞાનઘન આત્મસ્વભાવમાં
કાયમ સ્થિર થવાના નિર્મળ આશયથી જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધના મતનો, અનેકાંતવાદની ૩ ઉચિત મર્યાદામાં રહીને, સ્વીકાર કરવામાં આવે તો આધ્યાત્મિક સાધનાના માર્ગે હરણફાળ ભરીને ર જીવ આગળ વધી શકે - આવા અભિપ્રાયથી યોગાચારમતનું ઉચિત મૂલ્યાંકન કરવું. “ગૌતમબુદ્ધ
‘વિજ્ઞાનમાત્ર જ પારમાર્થિક વસ્તુ છે. જ્ઞાનભિન્ન પ્રતીયમાન બધું જ મિથ્યા છે' - આવી જ્ઞાનાદ્વૈતવાદદેશના બાહ્ય ધન-ધાન્ય-પત્ની-પરિવારાદિ વસ્તુની આસક્તિને દૂર કરવા માટે જ્ઞાનનયગ્રહણયોગ્ય એવા કેટલાક નિપુણ શિષ્યોને આશ્રયીને ફરમાવી છે ” - આ મુજબ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની કારિકાને અનુસરીને પણ જ્ઞાનાતવાદના પ્રયોજનની વિશેષ પ્રકારે ભાવના કરવી. (૩/૧૧)