________________
૮૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત - આ વાતની આધ્યાત્મિક દૃષ્ટિએ ખતવણી એ રીતે કરી શકાય કે કોઈએ આપણું અપમાન, વિશ્વાસઘાત " કે અન્યવિધ અસભ્ય વ્યવહાર ભૂતકાળમાં કરેલ હોય અથવા ભવિષ્યકાળમાં તથાવિધ અનુચિત વ્યવહાર ટા કે વલણ આપણા પ્રત્યે સામેની વ્યક્તિ રાખશે તેવા સમાચાર મળે ત્યારે અતીત-અનાગત તથાવિધ
વ્યવહારને અસત્ = અવિદ્યમાન માનીને સામેની વ્યક્તિ સાથે મૈત્રી આદિ ભાવોથી યુક્ત સૌહાર્દપૂર્ણ ન ઉચિત વ્યવહાર રાખવો, તેવું સૂચન પર્યાયાર્થિકનયની સમજણથી પ્રાપ્ત થાય છે. તથા અયોગ્ય વ્યવહાર
કરનાર વ્યક્તિ મળે ત્યારે પણ “અનાગત કેવલજ્ઞાનાદિ ગુણ અને સિદ્ધત્વ આદિ નિર્મળ પર્યાય - વર્તમાનકાળમાં પણ આગળ (૫/૧૦) જણાવવામાં આવશે તે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ આત્મદ્રવ્યસ્વરૂપે 6વિદ્યમાન છે' - એવું સ્વીકારીને મનમાં પણ તે વ્યક્તિ પ્રત્યે લેશ પણ દ્વેષ કે અણગમો થઈ ન જાય, છે તેની પૂરેપૂરી કાળજી રાખવી. આ રીતે જ ષોડશકપ્રકરણમાં પ્રકાશિત પરમતત્ત્વ પ્રગટ થાય. ત્યાં
શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “નિત્ય, કર્મપ્રકૃતિરહિત, લોકાલોકપ્રકાશક, નિસ્તરંગસમુદ્રસમાન, વર્ણ-સ્પર્શશૂન્ય, અગુરુલઘુ પરમતત્ત્વ છે. તેનું સ્વરૂપ અને કલ્યાણકંદલી નામની તેની વ્યાખ્યામાં વિસ્તારથી જણાવેલ છે. જિજ્ઞાસુ ત્યાં દષ્ટિપાત કરી શકે છે. (૩/૧૦)