________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૩/૮)]
૭૫
*કારણમાંહિ કાર્ય ઉપના પહિલાઇં જો કાર્યની સત્તા છઇં તો કાર્યદર્શન કાં નથી થાતું ?” એ શંકા ઊરિ કહઈ છઈ -
66
દ્રવ્યરૂપ છઈ કાર્યની જી, તિરોભાવની રે શક્તિ;
આવિર્ભાવ નીપજઈ જી, ગુણ-પર્યાયની વ્યક્તિ રે ।।૩/૮૫ (૩૩) ભવિકા. કાર્ય નથી ઉપનું, તિવારઈં કારણમાંહઈ કાર્યની દ્રવ્યરૂપઇં તિરોભાવની શક્તિ છઈ. તેણઇ કરી છઇ, પણિ કાર્ય જણાતું નથી. સામગ્રી મિલઈ, તિવારઈ ગુણ-પર્યાયની વ્યક્તિથી (આવિર્ભાવઈ=) આવિર્ભાવ થાઈ છઈ, તેણઇ કરી કાર્ય (નીપજઈ અને) દીસઈ છઈ.
Dઆવિર્ભાવ-તિરોભાવ પણિ દર્શન-અદર્શનનિયામક કાર્યના પર્યાયવિશેષ જ જાણવા. તેણઈં કરી આવિર્ભાવનŪ સત્-અસત્ વિકલ્પŪ દૂષણ ન હોઇ,
જે માટઇં અનુભવનઈં અનુસારઈ પર્યાય કલ્પિઇં. ‘કારણ પહિલાં કાર્યની દ્રવ્યરૂપઈં સત્તા છે. તે રૂપઈં પ્રત્યક્ષ થાય છે. ઘટત્વાદિરૂપે સત્તા નથી. તે રૂપે પ્રત્યક્ષ નથી થાતું. એમ અનેકાંત આશ્રયણે તિરોભાવ-આવિર્ભાવ ઘટે. વ્યવહાર પણિ ઉપપન્ન થાઈં. તે માટઈં કથંચિત્ અભેદઈં જ કાર્યોત્પત્તિ થાઈં. ઈમ સિદ્ધ થયું. *ભવિક જીવો ! તુમ્હેં ઈણિ પ૨ઈં દ્રવ્ય-ગુણ-પર્યાય લીજીઈં.* ॥૩/૮૫
परामर्शः
प्राक् कार्यस्य तिरोभावशक्तिर्द्रव्यतया सतः ।
गुण- पर्याययोर्व्यक्त्याऽऽविर्भावे तद्धि दृश्यते ।।३/८ ।।
* તિરોભાવ શક્તિના લીધે કાર્યનું અદર્શન
શ્લોકાર્થ :- પૂર્વે દ્રવ્યરૂપે રહેલા કાર્યની તિરોભાવ શક્તિ વર્તે છે. ગુણની અને પર્યાયની અભિવ્યક્તિ દ્વારા કાર્યનો આવિર્ભાવ થતાં જ કાર્ય દેખાય છે. (૩/૮)
તિરોહિત પરમાત્માનો આવિર્ભાવ = સાધના
આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યમાં તિરોભાવ શક્તિ અને આવિર્ભાવ શક્તિ આ બન્ને શક્તિ બતાવવાની પાછળ આધ્યાત્મિક દૃષ્ટિએ તાત્પર્ય એ છે કે સંસારી અવસ્થામાં પ્રત્યેક આત્મામાં તિરોભાવ એ
-
♦ કો.(૧૩)+આ.(૧)માં ‘તથા માટીને વિષે ઘટની સત્તા છે તો પ્રગટ કિમ ન દિÂ ? તે સમાધાન કરે છે' પાઠ. કો.(૯)માં ‘જો કુંભકારાદિ વ્યાપાર પહિલા મૃદ્રવ્યનઈ વિષ્ટિ ઘટસત્તા છે. તો પ્રત્યક્ષ કાં નથી દીસતો ? એ શંકાનું સમાધાન કરે છે' પાઠ.
♦ મ.ધ.માં ‘છતી' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે.
7 શાં.માં ‘આવિર્ભાવ' નથી. મ.માં વ્યુત્ક્રમથી પાઠ છે. લી.(૧+૨)ના આધારે પાઠ લીધેલ છે.
- ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩)માં છે.
* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે.