________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
સત્કાર્યવાદનું આધ્યાત્મિક પ્રયોજન
201
આધ્યાત્મિક ઉપનય :- ‘ઉપાદાનકારણમાં અવિદ્યમાન વસ્તુ ક્યારેય ઉત્પન્ન ન થાય’ - આ મુજબ કે સાંખ્યસંમત સત્કાર્યવાદની માન્યતાનો સાધનામાર્ગમાં એ રીતે ઉપયોગ થઈ શકે કે આત્મદ્રવ્યમાં કેવલજ્ઞાન આદિ ગુણો અને સિદ્ધત્વ આદિ નિર્મળ પર્યાય વિદ્યમાન જ છે. સદ્ગુરુ, કલ્યાણમિત્ર વગેરેના ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન આદિના માધ્યમથી સદ્ગુરુસમર્પિત સાધકમાં કેવલજ્ઞાન આદિ ગુણો અને સંયતત્વ, સિદ્ધત્વ આદિ નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. જેમ શિલ્પીના ટાંકણા ખાવાની તૈયારી પથ્થર હંમેશા રાખે (અર્થાત્ પથ્થર તૂટી ન જાય) તો પથ્થરમાં છુપાયેલ પ્રતિમાનો શિલ્પી દ્વારા આવિર્ભાવ થઈ શકે. તેમ સદ્ગુરુ વગેરેની પ્રેરણા, અનુશાસન, કડકાઈ આદિને સ્વીકારવાની તૈયારી શિષ્ય રાખે (અર્થાત્ માનસિક રીતે પડી ન ભાંગે, ગુરુ પ્રત્યે જરાય અણગમો ન કરે.) તો શિષ્યમાં છુપાયેલ કેવલજ્ઞાન આદિ ગુણનો અને સિદ્ધત્વ આદિ નિર્મળ પર્યાયનો પ્રાદુર્ભાવ સદ્ગુરુના માધ્યમથી થઈ શકે. આપણા નિર્મળ ગુણ-પર્યાયોના અભિભંજક સદ્ગુરુ પ્રત્યે વિનય, ભક્તિ, બહુમાન, સમર્પણ અને શરણાગતિ વગેરે ભાવોને જીવનભર ટકાવી રાખવાની પાવન પ્રેરણા સત્કાર્યવાદના માધ્યમથી લેવા જેવી છે. તે પ્રેરણાને અનુસરવાથી દ્વાત્રિંશિકાપ્રકરણમાં જણાવેલ મોક્ષ સુલભ થાય. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ જણાવેલ છે કે ‘સર્વ કર્મનો ક્ષય એટલે મોક્ષ. તે ભોગના સંક્લેશથી રહિત છે.' (૩/૭)
D
૭૪