________________
૭૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
શક્તિ સ્વરૂપે પરમાત્મા રહેલા છે. જ્યારે પરિપૂર્ણ ગુણની અને પરિશુદ્ધ પર્યાયની અભિવ્યક્તિ થાય ત્યારે પ્રત્યેક ભવ્ય આત્મામાં ૫૨માત્મતત્ત્વનો આવિર્ભાવ થાય છે. તિરોભાવ શક્તિરૂપે રહેલા પરમાત્માને આવિર્ભાવ શક્તિરૂપે પરિણમાવવા તેનું નામ તાત્ત્વિક સાધના છે, અંતરંગ મોક્ષમાર્ગગોચર પુરુષાર્થ છે. જડનો રાગ અને જીવનો દ્વેષ આ સાધનામાં અવરોધક બને છે. ‘હું તો પૂર્ણાનંદનો નાથ છું. પરમાનંદ આ સ્વરૂપ છું. ચિદાનંદસ્વરૂપી ઘન આત્મા છું. પરમાનન્દમય એવા મારે (૧) ટી.વી., (૨) ટેલીફોન, (૩) રેડિયો, (૪) વિડિયો, (૫) ચેનલ, (૬) ઓડિઓ, (૭) ફ્રીઝ, (૮) એ.સી. વગેરે જડ પદાર્થની પાસે સુખની ભીખ માંગવાની જરૂર શી ? જડ એવા ભૌતિક અને તુચ્છ સાધનોથી સર્યું' - આ રીતે ( પોતાનામાં છુપાયેલાં પરમાત્મતત્ત્વ તરફ રુચિપૂર્વક દૃષ્ટિને સ્થિર કરવાથી જડનો રાગ છૂટી જાય છે. / સર્વ જીવોમાં પરમાત્મસ્વરૂપદર્શન દ્વારા દ્વેષવિલય
}}
તથા આ જ રીતે અન્ય જીવોમાં તિરોહિત સ્વરૂપે રહેલા પરમાત્મતત્ત્વ પ્રત્યે રુચિપૂર્વક પોતાની દૃષ્ટિને સ્થાપિત કરવાથી, અન્ય જીવો પ્રત્યેનો દ્વેષ ઓગળી જાય છે. ‘અત્યારે કર્માધીન બની મારી સાથે અસભ્ય કે અન્યાયી વ્યવહાર કરનારા જીવો તથાભવ્યત્વનો પરિપાક થતાં ભવિતવ્યતાના સહકારથી સાધનાસાગરમાં ડૂબકી લગાવી શુદ્ધ ગુણ-પર્યાયસ્વરૂપ અમૂલ્ય રત્નોને મેળવી પોતાના પરમાત્મસ્વરૂપને દેઢપ્રહારીની જેમ ટૂંક સમયમાં પ્રગટાવી દેશે. તો પછી મારે શા માટે તેવા તિરોહિત શક્તિ સ્વરૂપે રહેલા પરમાત્મતત્ત્વો પ્રત્યે દ્વેષ ભાવ રાખવો ?’ - આ રીતે અન્ય સર્વ જીવોમાં તિરોહિત પરમાત્માના દર્શન કરવા તરફ આ શ્લોક મંગલ સૂચન કરે છે. આવું થાય તો જ અષ્ટકપ્રકરણમાં દર્શાવેલ મોક્ષસુખ ઝડપથી પ્રગટ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘અપરાધીન, ઉત્સુકતારહિત, પ્રતિકાર વગરનું, ભયશૂન્ય, સ્વાભાવિક નિત્ય સુખ ત્યાં મોક્ષમાં હોય છે.' (૩/૮)