________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત હ9 અખંડ સવરપરમણતા મેળવીએ આધ્યાત્મિક, ઉપનય - ‘પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે' - આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે શુદ્ધ આત્મદ્રવ્ય, કેવલજ્ઞાનાદિ શુદ્ધ ગુણો તથા સિદ્ધત્વ આદિ શુદ્ધ પર્યાયોનું મુખ્ય કાર્ય 8 - પ્રયોજન એક જ છે. તે છે અખંડ સ્વરૂપરમણતા. આત્મદ્રવ્ય શુદ્ધ બને તો પણ સ્વરૂપરમણતા - પ્રાપ્ત થાય. જ્ઞાનાદિ ગુણો શુદ્ધ બને તો પણ સ્વરૂપરમણતા અખંડ બને. સ્વપર્યાયો શુદ્ધ બને તો પણ દંડ સ્વરૂપ રમણતા નિરંતર પ્રવર્તે. વ્યવહારનય કહે છે કે સૌ પ્રથમ તમારા પર્યાયોને શુદ્ધ કરો. સંયમપર્યાયને (d પ્રગટાવો. પછી આત્મગુણો શુદ્ધ બનતા જશે. છેવટે આત્મદ્રવ્ય પણ શુદ્ધ બની જશે.
હમ સાધકની અંગત જવાબદારી . ૨છે જ્યારે નિશ્ચયનય એમ કહે છે કે “સૌ પ્રથમ શુદ્ધ, અખંડ, પરિપૂર્ણ, નિરાવરણ, ધ્રુવ, અચલ
આત્મદ્રવ્ય ઉપર અહોભાવપૂર્વક રુચિને સ્થાપિત કરી આત્મદ્રવ્યને શુદ્ધ કરો. જેમ જેમ આત્મદ્રવ્ય શુદ્ધ 5 થતું જશે તેમ તેમ આત્મગુણ અને આત્મપર્યાય પણ શુદ્ધ થતા જશે.” આત્મદ્રવ્ય-આત્મગુણ સો –આત્મપર્યાય જ્યારે પરિપૂર્ણપણે શુદ્ધ બને ત્યારે અનાયાસે નિરંતર અખંડ સ્વરૂપેરમણતાનો પ્રવાહ . (= નિરાવરણ પર્યાયપ્રવાહી વહેવા લાગશે. સાધકની અંગત જવાબદારી એ છે કે પોતાની વર્તમાન
ભૂમિકાને પ્રામાણિકપણે ઓળખીને, તદનુસાર ઉપરોક્ત વ્યવહાર-નિશ્ચયનયનું આલંબન લેવું. તથા તે રીતે મોક્ષમાર્ગે સ્વરસપૂર્વક, સામે ચાલીને, ઝડપથી આગેકૂચ આત્માર્થી જીવે કરવી જોઈએ. તેનાથી ઉપદેશરહસ્યમાં દર્શાવેલ પરમપદ ઝડપથી મળે છે. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દર્શાવેલ છે કે “નિત્ય, અકલંક, જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ એવું આત્મસ્વરૂપ જે શુદ્ધ શાશ્વત પરમપદ છે, તે નિયમો ઉપાદેય છે.” (૩૬)