________________
૬૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત અભેદનયનું ઉચિત આલંબન જ આધ્યાત્મિક ઉપનય :- “ગુણ-પર્યાય દ્રવ્યથી અભિન્ન છે' - આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ દરતી રીતે ઉપયોગી છે કે જેમ માણસ પોતાનો (= આત્મદ્રવ્યનો) નાશ ન થાય તેની કાળજી રાખે છે
A તેમ દયા, ઈન્દ્રિયદમન, દાન આદિ પોતાના નિર્મળ ગુણો અને શિષ્ટજનત્વ, સદાચારિત્વ, ધર્મિષ્ઠતા - આદિ નિર્મળ પર્યાયો નાશ ન પામી જાય તેની પ્રાથમિક તબક્કાથી જ જાગૃતિ રાખવી જોઈએ. તથા 2. આગળ વધતાં સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ગુણો તથા દેશવિરતત્વ, સંયતત્વ આદિ પોતાના નિર્મળ પર્યાયની
હાનિ ન થાય તે માટે સાવધાની રાખવી જોઈએ. કારણ કે આત્મા પોતાના ગુણ-પર્યાયથી અભિન્ન G હોવાથી શુભ કે શુદ્ધ ગુણ-પર્યાયનો નાશ થતાં તે સ્વરૂપે પોતાનો પણ નાશ થાય છે. તેથી ખાસ
ખ્યાલમાં રાખવું કે આત્માના શુદ્ધગુણ અને શુદ્ધપર્યાય પ્રકર્ષ પામે ત્યારે જ પંચાસ્તિકાયમાં દર્શાવેલ - મોક્ષસુખ સુલભ થાય. ત્યાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “કર્મમલથી વિપ્રમુક્ત બનેલ, લોકના ઊર્ધ્વ
છેડાને પામીને સર્વજ્ઞ-સર્વદર્શી તે સિદ્ધાત્મા અતીન્દ્રિય અનન્ત સુખને મેળવે છે.” (૩/૩)