________________
स्याद्वादमंजरी
पक्रियेत, न वा ? यदि नोपक्रियेत तदा सहकारिसन्निधानात् प्रागिव किं न तदाप्यर्थक्रियायामुदास्ते । उपक्रियेत चेत् सः तर्हि तैरुपकारोऽभिन्नोभिन्नो वा क्रियत इति वाच्यम्, अभेदे स एव क्रियते । इति लाभमिच्छतो- मूलक्षतिरायाता कृतकत्वेन तस्यानित्यत्वापत्तेः ।
જે કહેશે કે નિત્ય પદાર્થ સ્વયં સહકારની અપેક્ષા રાખતું નથી પરંતુ તેનાથી ઉત્પન્ન થતું કાર્ય નિમિત્ત (સહકારી) કારણના અભાવે થઈ શકતું નથી. તેટલા પૂરતી જ સહકારની અપેક્ષા છે. તે અહીં પ્રશ્ન થાય છે કે પદાર્થ સ્વયં કાર્ય કરવા માટે સમર્થ છે કે અસમર્થ ? જે સમર્થ છે, તે તેને સહકારી કારણોની અપેક્ષાની શી જરૂર ? અર્થાત સ્વયં નિરપેક્ષ ભાવે અર્થ ક્રિયામાં કેમ પ્રવૃત્ત ન થાય? જે કહેશે કેઃ “સમર્થ એવું પણ બીજ પૃથવી, જલ, વાયુ આદિ સહકારી-સાપેક્ષ રહીને અંકુરને ઉત્પન્ન કરી શકે છે, પરંતુ તેમનું તેમ રહેલું બીજ સહકારી વિના કયારે પણ અંકુરને ઉત્પન્ન કરી શકતું નથી. આ પ્રમાણે કહેવું તે પણ વાજબી નથી. કેમકે અહીં પણ પ્રશ્ન થાય છે કે: “તે નિત્ય પદાર્થ પર સહકારી કારણ કંઈ પણ ઉપકાર કરે છે કે નહીં ? જે સહકારી વડે નિત્ય પદાર્થ પર કંઈ ઉપકાર ન થતું હોય તે નિત્ય પદાર્થો સહકારીના સંબંધ પૂર્વે જેમ અર્થે ક્રિયા કરવામાં ઉદાસીન હતા તેમ સહકારીના આવ્યા બાદ પણ કેમ ઉદાસીન ના રહે? જે કહેશે કે “સહકારી કારણે દ્વારા નિત્ય પદાર્થનો ઉપકાર થાય છે. તે પૂછીએ છીએ કે ઃ સહકારીકૃત જે ઉપકાર છે તે નિત્ય પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશે કે ઉપકાર, ઉપકાર્ય રૂપ નિત્ય પદાર્થથી, અભિન્ન છે તે તે નિત્ય પદાર્થ જ કાર્યરૂપ બનશે ! અને તેમ થવાથી લાભ લેવા જતાં ગાંઠનું ગુમાવવા જેવું થશે ! કારણ કે નિત્ય પદાર્થ કાર્યરૂપ થઈ જવાથી તેમાં અનિત્યતારૂપ આપત્તિ આવશે. અર્થાત નિત્ય એ નિત્ય નહીં કહી શકાય.
(टीका) भेदे तु कथं तस्योपकारः कि न सहयविन्ध्यातरपि। तत्सम्बन्धात तस्यायमिति चेत्, उपकार्योपकारयोः कः सम्बन्धः, न तावत् संयोगः। द्रव्ययोरेव तस्य भावात् । अत्र तु उपकार्य द्रव्यम् , उपकारश्च क्रियेति न संयोगः, नापि समवायः, तस्यैकत्वात् व्यापकत्वाच्च प्रत्यासत्तिविप्रकर्षाभावेन सर्वत्र तुल्यत्वाद न नियतैः सम्बन्धिभिः सम्बन्धो युक्तः। नियतसंबन्धिसंबन्धे चाङ्गीक्रियमाणे तत्कृत उपकारोऽस्य समवायस्याभ्युपगन्तव्यः। तथा च सति उपकारस्य भेदाभेदकल्पना तदवस्थैव । उपकारस्य समवायादभेदे समवाय एब कृतः स्यात् । मेदे पुनरपि समवायस्य न नियतसंबन्धिसंबन्धत्वम् । तन्नैकान्तनित्यो भावः क्रमेणार्थक्रियां कुरुते ।
(અનુવાદ). - જે કહેશે કે ઉપકાર્યરૂપ દ્રવ્યથી ઉપકાર તદ્દન ભિન્ન છે, તે તે ઉપકાર નિત્ય પદાર્થને જ કેમ કહેવાશે ? અત્યંત દૂરવતી સહ્યાદ્રિ અને વિંધ્યાચલાદિને કેમ નહીં?