________________
अन्ययोगव्य द्वा. श्लोक : ५ કેમકે ઉપકારની ભિનનતા જેવી નિત્ય પદાર્થની સાથે છે, તેવી ભિન્નતા વિધ્યાચલાદિની સાથે પણ તુલ્ય જ છે.
શંકા : ઉપકાર્ય રૂપ પદાર્થની સાથે ઉપકારને સંબંધ છે પરંતુ સહ્યાદ્રિ-વિધાચલાદિની સાથે તેને સંબંધ નથી, માટે તેને ઉપકાર કહેવાતું નથી !
સમાધાન : પદાર્થ અને ઉપકાર વચ્ચે કર્યો સંબંધ છે ? સંગ સંબંધ તો ઘટી શકશે નહીં, કેમકે સંગ તે દ્રવ્ય દ્રવ્યને જ થાય છે, આ તો ઉપકાય એ દ્રવ્ય છે અને ઉપકાર એ ક્રિયા છે, માટે દ્રવ્ય-કિયાનો સંગ સંબંધ બની શક્તિ નથી. જે કહેશે કે તે બન્નેને સમવાય સંબંધ છે.” તે પણ ઘટી શકશે નહીં, કેમકે સમવાય એક, નિત્ય અને વ્યાપક છે, તેથી તે કઈ પદાર્થથી દૂર નથી કે નજીક નથી. તે તે બધા પદાર્થોમાં સમાન છે.
માટે નિયત સંબંધીઓની સાથે સમવાયને સંબંધ માને ઠીક નથી. જે નિયત સંબંધિની સાથે સમવાય સંબંધ સ્વીકારવામાં આવે તે સહકારીઓ દ્વારા કરાયેલા ઉપકારને પણ સમવાયનો જ ઉપકાર માનવો પડશે ! અને તેમ થવાથી ઉપકારના વિષયમાં જે ભેદભેદની કલ્પના કરવામાં આવી હતી, તે તેવીને તેવી જ રહી ! જે સમવાયથી ઉપકાર અભિન્ન હોય તે સમવાય અને ઉપકાર બંને એક જ રહેશે ! અને સમવાય અને ઉપકાર પરસ્પર ભિન્ન હોય તે અમુક સંબંધીઓની સાથે સંબંધ ઘટી શકો નથી. માટે એકાન્ત નિત્ય પદાર્થમાં ક્રમથી અર્થ ક્રિયા ઘટી શકતી નથી. ___ (टीका) नाप्यक्रमेण, न धेको भावः सकलकालकलाकलापभाविनीयुगपत् सर्वाः क्रियाः करोतीति प्रातीतिकम् । कुरुतां वा, तथापि द्वितीयक्षणे किं कुर्यात् करणे वा क्रमपक्षभावी दोषः। अकरणे त्वर्थक्रियाकारित्वाभावात् अवस्तुत्वप्रसङ्गः । इत्येकान्तनित्यात् क्रमाक्रमाभ्यां व्याप्तार्थक्रिया व्यापकानुपलब्धिबलात् व्यापकनिवृत्तौ निवर्तमाना स्वव्याप्यमर्थ क्रियाकारित्वं निवर्तयति । अर्थक्रियाकारित्वं च निवर्तमानं स्वव्याप्यं सत्त्वं निवर्तयति, इति नैकान्तनित्यपक्षो युक्तिक्षमः ।
. (અનુવાદ) એ પ્રમાણે એકાન્ત નિત્ય પક્ષમાં અક્રમથી પણ અર્થક્રિયા ઘટી શકતી નથી; કેમકે એક પદાર્થ સમસ્ત કાળમાં થવાવાળી સર્વક્રિયાઓને એકી સાથે કરે તે અનુભવમાં આવતું નથી; અથવા માને કે એકી સાથે એક જ કાલમાં સર્વ ક્રિયાઓ કરી લે તે બીજી ક્ષણમાં શું કરે ? અને એ રીતે પદાર્થ બીજી ક્ષણમાં અર્થક્રિયાથી રહિન થાય તે પદાર્થ અવસ્તુ બની જશે ! કારણ કે જેમાં અર્થ ક્રિયા હોય તે જ વસ્તુ કહેવાય છે. જે કહેશો કે દ્વિતીય ક્ષણમાં પણ પદાર્થો અર્થ ક્રિયા કરે છે તે જે-જે દેશે ક્રમ પક્ષમાં આવે છે તે સર્વે દોષે અહીંયાં પણ આવશે. આ રીતે એકાન્ત નિત્ય પક્ષમાં ક્રમ અને અક્રમથી અર્થ ક્રિયા ઘટી શકતી નથી, અને તેમ થવાથી, વસ્તુમાં અર્થ ક્રિયા નહીં ઘટવાના કારણે સત્ત્વપણું પણ નહીં રહે. કારણ કે “અર્થ ક્રિયાકાળ રત્ન” એ વસ્તુનું લક્ષણ છે, અને સર્વાપણું નહી રહેવાથી વસ્તુ (પદાર્થ) “ખરશંગની જેમ અત્ થઈ જશે. માટે પદાર્થને એકાન્ત નિત્ય રૂપે માન. તે યુક્તિયુક્ત નથી.