________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ४
૨૧
(અનુવાદ) પદાર્થોથી સામાન્યવિશેષને જે એકાંતે ભિન્ન માનવામાં આવે તે એક જ વસ્તુમાં અનુવૃત્તિ અને વ્યાવૃત્તિરૂપ બે પ્રતીતિ ન ઘટે; તેવી રીતે એકાંત અભિન માની લેવામાં આવે તે પદાર્થ અને સામાન્ય વિશેષ એકરૂપ થઈ જાય, તેથી બેમાંથી એકને અભાવ માનવાની આપત્તિ આવે, અને સામાન્ય વિશેષનો વ્યવહાર પણ ન થઈ શકે ! વાસ્તવમાં
તુની પ્રામાણિક પ્રતીતિ સામાન્ય વિશેષ-ઉભયાત્મક જ થાય છે. પદાર્થો અને સામાન્ય વિશેષની પરસ્પર નિરપેક્ષતા માનનાર મતનું ખંડન અમે આગળ કરીશું. જે મનુષ્ય વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જુદી જ રીતે માને અને બીજાઓને પિતાની માન્યતા મુજબ બતાવે, તે મનુષ્ય સ્વયં પોતાને નાશ કરે છે અને બીજા ને મારે છે, માટે તે ઉપહાસને પાત્ર બને છે. આ લેકનો અર્થ છે. ()