________________
स्याद्वादम जरी
છે, શ્રદ્ધાળુ છે. અર્થાત્ તમારા બીજા ગુણોની પણ સ્તુતિ કરવામાં શ્રદ્ધા છે. મૂળમાં
સ્તવાય” એ શબ્દમાં જે ચતુથી છે તે તોળે' એ સૂત્રથી અને “ગુણેતરેભ્યઃ” એમાં જે ચતુથી છે તે “ ર્થાત્રા ' એ સૂત્રથી છે.
જે અન્ય ગુણોની સ્તુત કરવામાં શ્રદ્ધાળુ છે તે તે ગુણોની સ્તુતિ કરશે કે નહીં ? આનો ઉત્તર ઉત્તરાદ્ધમાં છે. “કિન્ત’ સ્વીકારપૂર્વક વિશેષતાનું ઘતન કરે છે, એટલે કે અન્યગુણોની સ્તુતિ કરવાની શ્રદ્ધા તે છે કિનતુ તમારામાં રહેલે યથાવસ્થિત વસ્તુને પ્રતિપાદન કરવાનો જે એક મહાન ગુણ છે તેની જ સ્તુતિ અહીં મારે કરવી છે. કારણ કે તે એકજ ગુણની સ્તુતિ કરવાથી અન્ય દાર્શનિકોના દેવો કરતાં આપની વિશિષ્ટતા સિદ્ધ થતી હોવાથી વસ્તુતઃ સંપૂર્ણ ગુણોની સ્તુતિ થઈ શકે છે.
(टीका) अथ प्रस्तुतगुणस्तुतिः सम्यकपरीक्षाक्षमाणां दिव्यदृशामेवौचितीमञ्चति, नार्वागदृशां भवादृशामित्याशङ्का विशेषणद्वारेण निराकरोति । यतोऽयं जनः परीक्षाविधिदुर्विदग्धः-अधिकृतगुणविशेषपरीक्षणविधौ दुर्विदग्धः-पण्डितमन्य इति यावत् । अयमाशयः, यद्यपि जगदगुरोर्यथार्थवादित्वगुणपरीक्षा मादृशां मतेरगोचरः, तथापि भक्तिश्रद्धातिशयात् तस्यामहमात्मानं विदग्र्धामव मन्य इति । विशुद्धશ્રામમિત્રવહારવાર તુને ત કૃતાર્થ રા.
(અનુવાદ) પ્રસ્તુત ( યથાર્થવાદિતા) ગુણની સ્તુતિ કરવાની યેગ્યતા તે સમ્ય રીતે પરીક્ષા કરવામાં સમર્થ દિવ્યદષ્ટિવાળા વિશિષ્ટ જ્ઞાનીઓની જ છે; પરંતુ તમારા જેવા છદ્મસ્થમાં તેવા પ્રકારની યોગ્યતા નથી.” આ શંકાના ઉત્તરમાં જણાવ્યું છે કે “ હું પ્રસ્તુત ગુણની સ્તુતિ કરવામાં પિતાને પંડિત માનનાર છું. અહીં ભાવ એ છે કે યદ્યપિ ભગવંતના. યથાર્થવાદિતા ગુણની પરીક્ષા કરવી એ મારી બુદ્ધિનો વિષય નથી, તે પણ, ભગવંત પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાના અતિરેક માત્રથી જ તેમાં મને હું કુશળ સમજતે થઈ ગયો છું. કારણ કે વિશુદ્ધ શ્રદ્ધા અને ભકિતને પ્રગટ કરવી તે જ તે સ્તુતિનું સ્વરુપ છે. આ બીજા કલેકનો અર્થ છે. (૨)