________________
२३४
अन्ययोगव्य. द्वा. श्लोक : १८
જે કહેશે કે સર્વે પદાર્થો ક્ષણિક છે, સર્વે દુઃખરૂપ છે, સર્વે અસાધારણરૂપ હોવાથી સ્વલક્ષણ છે. અને સવે પદાર્થો નિ:સ્વભાવ હોવાથી શૂન્ય છે. આ ભાવના-ચતુષ્ટયની ઉત્કટતાથી સંપૂર્ણ વાસનાના ઉછેદરૂપ મેક્ષ થશે. આમ કહેવું ઠીક નથી. કેમ કે તમારા મતમાં ભાવના-ચતુષ્ટયને કઈ નિત્ય આશ્રય નહીં હોવાથી ભાવના નિરાધાર છે. પ્રત્યેક ક્ષણે અપૂર્વ અપૂર્વ ક્ષણેને ઉત્પન્ન કરીને. દ્વિતીય ક્ષણમાં સર્વથા નષ્ટ થઈ જવાના સ્વભાવ વાળા હોવાથી, તેમજ અનંત આકાશનું લંઘન જેમ દુશકય છે, તેમ વાસનાનું અનંતપણું હોવાથી ભાવના ચતુષ્ટયથી પણ શુદ્ધ જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકશે નહીં માટે તેવા મની પણ અનુત્પત્તિ થશે. અશુદ્ધ જ્ઞાનક્ષણોની શકિત સ્વાભાવિક રીતે તેના સજાતીય (અશુદ્ધ) જ્ઞાન ક્ષણેની ઉત્પત્તિ કરશે પરંતુ તેનાથી વિપરીત (શુદ્ધ) જ્ઞાનક્ષની ઉત્પત્તિ નહીં કરે. જેમ આમના બીજની શકિત આમ્રના ફળને ઉત્પન્ન કરવાની છે. પરંતુ નિંબ(લીમડા)ના ફળને ઉત્પન્ન કરવાની નથી. કેમકે અશુદ્ધ જ્ઞાનક્ષણે અપર અપર અશુદ્ધ જ્ઞાનક્ષણોને જ ઉત્પન્ન કરે છે, પરંતુ શુદ્ધ જ્ઞાનક્ષણોને ઉત્પન્ન કરી શકશે નહી. તેથી શુદ્ધ જ્ઞાનક્ષણની ઉત્પત્તિ કયારે પણ થશે નહીં. બૌદ્ધ મતમાં પ્રત્યેક વસ્તુ ક્ષણિક હોવાથી અશુદ્ધ જ્ઞાનક્ષણોને સર્વથા નાશ થઈ જવાથી શુદ્ધ જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરી શકશે નહી. વળી, પ્રત્યેક ક્ષણ અપૂર્વ હોવાથી પૂર્વ-અપર જ્ઞાનક્ષણોમાં કોઈ એક સંતાનને સંભવ નથી, અને બંધ મક્ષ તે એક જ અધિકરણમાં થાય છે, ભિન્ન વિષયમાં નહી તેથી અસંબદ્ધ એવી જ્ઞાનક્ષને કેની મુકિત માટે પ્રયત્ન કરે? બંધનના નાશ૩૫ મેક્ષ છે ત્યારે જ ઘટે કે, જે પુરુષને બંધ છે તે જ પુરૂષને મેક્ષ થતું હોય. પરંતુ બૌદ્ધ મતમાં તે જે ક્ષણમાં બંધ થાય છે તે ક્ષણુનો તે સર્વથા નાશ થઈ જાય છે, અને જેને મોક્ષ થવાનો છે તે ક્ષણ પૂર્વ ક્ષણથી બિલકુલ ભિન્ન છે આથી ક્ષણિકવાદમાં અન્ય ક્ષણનો બંધ અને અન્ય ક્ષણને મોક્ષ થાય છે, તે બિલકુલ અસંગત હોવાથી તેઓના મતમાં મેક્ષને અભાવ જ થાય.
(टोका) तथा स्मृतिभङ्गदोषः । तथाहि पूर्वबुद्धयानुभूतेऽर्थे नोत्तरबुद्धीनां स्मृतिः संभवति । ततोऽन्यत्वात्, सन्तानान्तरबुद्धिवत् । न ह्यन्यदृष्टोऽर्थोऽन्येन स्मर्यते अन्यथा एकेन दृष्टोऽर्थः सर्वैः स्मर्यत । स्मरणाभावे च कौतस्कुती प्रत्यभिज्ञाप्रसूतिः। तस्याः स्मरणानुभवोभयसंभवत्वात् । पदार्थप्रेक्षणप्रबुद्धप्राक्तनसंस्कारस्य हि प्रमातुः स एवायमित्याकरण इयमुत्पद्यते ।
(અનુવાદ) તેમજ બૌદ્ધ મતમાં સ્મરણને પણ અભાવ થશે. તે આ પ્રમાણે-પૂર્વ બુદ્ધિથી અનુભવેલા પદાર્થોનું ઉત્તર-બુદ્ધિમાં મરણ થઈ શકતું નથી કેમકે પૂર્વબુદ્ધિથી ઉત્તર બુદ્ધિ બિલકુલ ભિન્ન છે. જેમ ચિત્રે અનુભવેલા પદાર્થનું મૈત્રને મરણ થઈ શકતું નથી તેમ એક બુદ્ધિથી બીજી બુદ્ધિ અત્યંત ભિન્ન હોવાથી પૂર્વબુદ્ધિથી અનુભૂત પદાર્થનું ઉત્તર બુદિમાં સ્મરણ થઈ શકશે નહીં. કેમકે એક મનુષ્ય અનુભવેલ પદાર્થનું બીજા મનુષ્યને સ્મરણ થતું નથી. જે એ રીતે સ્મરણ થતું હોય તો એક પુરુષે જાણેલા પદાર્થનું સર્વે પુરુષને સ્મરણ થવું જોઈએ. આ રીતે સ્મરણને અભાવ થવાથી તેમના મનમાં પ્રત્ય