________________
स्याद्वादमंजरी
ભિજ્ઞાન પણ થઈ શકશે નહીં. પ્રત્યભિજ્ઞાન અનુભવ અને સ્મરણ પૂર્વક થાય છે. પ્રત્યભિજ્ઞાન એટલે, પદાર્થને જેવાથી પ્રમાતાને પૂર્વના સંસ્કારને આવિર્ભાવ થે. દા. ત. “તે જ આ દેવદત્ત છે.” આવું પ્રત્યભિજ્ઞાન મરણના અભાવમાં થઈ શકશે નહીં.
(टीका) अथ स्यादयं दोषः यद्यविशेषेणान्यदृष्टमन्यः स्मरतीत्युच्यते । किन्तु अन्यत्वेऽपि कार्यकारणभावाद् एव च स्मृतिः। भिन्नसंतानबुद्धीनां तु कार्यकारणभावो नास्ति तेन संतानान्तराणां स्मृतिर्न भवति । न चैकसान्तानिकीनामपि बुद्धीनां कार्यकारणभावो नास्ति येन पूर्वबुद्धयनुभूतेऽर्थे तदुत्तरबुद्धीनां स्मृतिर्न स्यात् । तदप्यनवदातम् । एवमपि अन्यत्वस्य तदवस्थत्वात् । न हि कार्यकारणभावाभिधानेऽपि तदपगतं । क्षणिकत्वेन सर्वासां भिन्नत्वात् । न हि कार्यकारणभावात स्मृतिरित्यत्रोभयप्रसिद्धोऽस्ति दृष्टान्तः ॥
(અનુવાદ) બૌદ્ધ કહે છે કે સ્મૃતિના અભાવરૂપ પૂર્વોક્ત દોષ ત્યારે જ આવે કે જ્યારે સામાન્યથી અન્ય વડે અનુભવેલ પદાર્થનું અન્યને સમરણ થાય. પરંતુ અમારે તે પૂર્વ અને ઉત્તર ક્ષણેમાં પરસ્પર ભિન્નતા હોવા છતાં પણ તેમાં કાર્યકારણભાવ સંબંધથી જ સ્મરણ થાય છે. કેમકે બુદ્ધિરૂપી એક જ સંતાનમાં અનુભવ તથા મરણને કાર્યકારણભાવ સંબંધ છે તેથી તેમાં સ્મૃતિ થઈ શકે છે. પરંતુ એક સંતાન(વ્યક્તિ)ને અન્ય સંતાન(વ્યક્તિ)ની સાથે કાર્યકારણુભાવ સંબંધ નહીં હોવાથી એક પુરુષના અનુભવનું અન્ય
માટે “અન્યના અનુભવનું અન્યને સ્મરણ થશે.” આ આપત્તિ આવશે નહીં. વળી બુદ્ધિરૂપ એક સંતાન સંબંધી ક્ષણોમાં કાર્યકારણભાવ નથી એમ નહીં, પરંતુ એક સન્તાનવાળા જ્ઞાન-ક્ષણમાં અનુભવ અને સ્મરણરૂપ કાર્ય કારણભાવ છે, તેથી પૂર્વબુદ્ધિએ અનુભવેલા પદાર્થનું ઉત્તરબુદ્ધિને સ્મરણ થઈ શકે છે. આથી તમે આપેલા સ્મૃતિ ભંગ દોષને અહીં અવકાશ નથી.
જેન કહે છે કે ઃ તમારું કથન યુક્તિપુરસ્સર નથી. કેમકે એ પ્રમાણે સન્તાનમાં કાર્યકારણભાવ માનવા છતાં પણ સન્તાનના ક્ષણોની ભિન્નતાનું નિવારણ થઈ શકતું નથી. બૌદ્ધમતમાં બધા ક્ષણોને નિરન્વય નાશ માનેલ હોવાથી ક્ષણે પરસ્પર અત્યંત ભિન્ન છે. તેથી “કાર્યકારણુભાવ-નિબંધન સ્મરણ થાય છે. તેવું કઈ દષ્ટાંત વાદી અને પ્રતિવાદી ઉભયને પ્રસિદ્ધ નથી. (ત્રીજા) અથ–“મિત્તેર દિ સત્તાને ગાદિતા વર્મવાસના |
फलं तत्रैव संधत्ते कर्पासे रक्तता यथा" || इति कर्पासे रक्ततादृष्टान्तोऽस्तीति चेत् । तदसाधीयः । साधनदूषणयोरसम्भवात् । तथाहि । अन्वयाघसम्भवान्न साधनम् । न हि कार्यकारणभावो यत्र तत्र स्मृतिः कर्पासे रक्ततावदित्यन्वयः सम्भवति । नापि यत्र न स्मृतिस्तत्र न कार्यकारणभाव इति व्यतिरेकोऽपि । असिद्धत्वाधनुद्भावनाच न दूषणम् । न हि ततोऽन्यत्वात् इत्यस्य हेतोः कर्पासे रक्ततावत् इत्यनेन कश्चिदोषः प्रतिपाद्यते ॥