________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १५
(અનુવાદ) (૧) આત્મસ્વરૂપ ચૈતન્યશક્તિ પદાર્થનું જ્ઞાન કરતી નથી, કેમ કે બુદ્ધિથી પદાર્થનું જ્ઞાન થાય છે. (૨) મહત્તત્વરૂપ બુદ્ધિ જડ છે. (૩) આકાશ આદિ પાંચ ભૂત શબ્દ આદિ પાંચ તન્માત્રથી ઉત્પન્ન થાય છે. () પ્રકૃતિ અને વિકૃતિથી ભિન્ન એવા પુરુષને બંધ અને મોક્ષ થતું નથી. પરંતુ પ્રકૃતિને જ બંધ અને મોક્ષ થાય છે. તથા સાંખ્યા દર્શનના પ્રણેતા કપિલ ઋષિના અનુયાયીઓએ કહ્યું છે કે કેઈ બંધાતું નથી, કોઈ મૂકાતું નથી, તેમ જ કઈ સંસારમાં પરિભ્રમણ કરતું નથી. પરંતુ વિવિધ આશ્રયવાળી પ્રકૃતિ જ બંધાય છે. મૂકાય છે, અને સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાં પ્રકૃતિ સંબંધી બંધ છે અને ૨૫ તના જ્ઞાનથી મેક્ષ થાય છે. આવા પૂર્વાપર વિરોધ આદિ દોષથી ગ્રસ્ત કેટલાંયે તરનું તત્વજ્ઞાનશૂન્ય સાંખ્યમત વાળાઓએ પિતાનાં શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે.
(टीका) व्यासार्थस्त्वयम् । साङ्ख्यमते किल दुःखत्रयाभिहतस्य पुरुषस्य तदपघातहेतुतत्वजिज्ञासा उत्पद्यते । आध्यात्मिकमाधिदैविकमाधिभौतिकं चेति दुःखत्रयम् । तत्राध्यात्मिकं द्विषिधम् शारीरं मानसं च । शारीरं वातापित्तश्लेष्मणां वैषम्यनिमित्तम् । मानसं कामक्रोधलोभमोहेाविषयादर्शननिबन्धनम् । सर्व चैतदान्तरोपायसाध्यत्वादाध्यात्मिकं दुःखम् । बायोपायसाध्यं दुःखं द्वेधा आधिभौસિમાવિવિ રેતિ ! તાલિમૌતિ૬ માનુષપશુપક્ષિણાપથાવરનિમિત્તા | आधिदैविकं यक्षराक्षसग्रहाचावेशहेतुकम् । अनेन दुःखत्रयेण रजःपरिणामभेदेन बुद्धिवर्तिना चेतनाशक्तेः प्रतिकूलतया अभिसंबन्धः अभिघातः ।
(અનુવાદ)
વિસ્તરાર્થઃ સાંખ્યમતમાં આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક આ ત્રણ દુખથી પીડિત પુરુષને, તે દુઃખને નાશ કરવાના કારણરૂપ તત્વજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તેમાં આધ્યામિક દુઃખ શરીરસંબંધી અને મનસંબંધી એમ બે પ્રકારે છે. તેમાં વાયુ, પિત્ત, ગ્લેમ, આ ત્રણ દેની વિષમતાથી ઉત્પન્ન થયેલું દુઃખ શારીરિક દુઃખ કહેવાય છે. તેમ જ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને વિષયેની અપ્રાપ્તિથી ઉત્પન્ન થવાવાળું દુઃખ માનસિક દુઃખ કહેવાય છે. શારીરિક અને માનસિક દુખનું અભ્યતરકારણ મન છે, તેથી તે બન્ને પ્રકારનાં દુઃખને આધ્યાત્મિક દુઃખ કહે છે. આધિદૈવિક અને આધિભૌતિક દુઃખ બાહ્યકારણથી ઉત્પન્ન થાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, મગ, સર્પ સ્થાવર આદિથી ઉત્પન્ન થવાવાળું દુઃખ આધિભૌતિક દુઃખ કહેવાય છે, અને યક્ષ, રાક્ષસ, ગ્રહ આદિથી ઉત્પન્ન થનારૂં દુઃખ આધિદૈવિક દુઃખ કહેવાય છે. આ ત્રણ પ્રકારનાં દુઃખે રજોગુણથી બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે. જ્યારે એ દુઃખનો ચેતના શક્તિની સાથે વિપરીત સંબંધ થાય છે, ત્યારે ચેતનાશક્તિને અભિવાત થાય છે.