________________
स्यावादमंजरी
. (टीका) तत्त्वानि पञ्चविंशतिः। तद्यथा अव्यक्तम् एकम् । महदहङ्कारपंचतन्मात्रैकादशेन्द्रियपञ्चमहाभूतभेदात् त्रयोविंशतिविधं व्यक्तम् । पुरुषश्चिद्रूप इति । તથા
- "मूलप्रकृतिरविकृतिर्महदायाः प्रकृतिविकृतयः सप्त । षोडशकश्च विकारो न प्रकृतिने विकृतिः पुरुषः" ॥
(અનુવાદ) સાંખ્ય દર્શનમાં પચ્ચીસ તત્ત્વ છે. તે આ પ્રમાણે (૧) પુરુષ, (૨) અવ્યકત, (૩) મહત્ (બુદ્ધિ), (૪) અહંકાર, ૫-૬-૭-૮-૯ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ
-૧૨-૧૩-૧૪ ઘાણ, રસના, ચક્ષુ;' સ્પર્શ અને શ્રોત્ર એ પાંચ જ્ઞાનેંદ્રિ, ૧૫૧૬-૧૭-૧૮-૧૯ વા (વચન), પાણિ (હાથ), પાદ (પગ), પાયુ (ગુદા),ઉપસ્થ (લિંગ) આ પાંચ કમેંદ્રિય, ૨૦-૨૧-૨૨-૨૩-૨૪ આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથવી એ પાંચ મહાભૂત, ૨૫ મું મન આ પચ્ચીશ તત્વોમાં એક પ્રકૃતિ (પ્રધાન) એ અવ્યક્ત છે. અને પુરુષ (આત્મા) ચિકૂપ છે. બાકીનાં તેવીશ ત વ્યક્ત છે. તેમજ સાંખ્યકારિકામાં ઈશ્વરકૃષ્ણ કહે છે કે : પચ્ચીસ તનાં મૂલકારણરૂપ પ્રકૃતિ સ્વયં અવિકારી છે. મહત્ (બુદ્ધિ) અહંકાર અને પાંચ તન્માત્ર એ પ્રકૃતિ (કારણુ) અને વિકૃતિ (કાર્ય છે. તે આ પ્રમાણે : મહત્તવ એ અહંકારની પ્રકૃતિ છે અને મૂલ પ્રકૃતિની વિકૃતિ છે. અહંકાર પાંચ તન્માત્ર અને પાંચ જ્ઞાનેંદ્રિયને ઉત્પન્ન કરનાર હોવાથી પ્રકૃતિ છે. અને મહત્વ (બુદ્ધિ)ની વિકૃતિ છે. પાંચ તન્માત્ર પાંચ ભૂતને ઉત્પન્ન કરનાર હોવાથી તેની પ્રકૃતિ છે. અને અહંકારની વિકૃતિ છે. તેમજ પાંચ જ્ઞાનેંદ્રિય અને પાંચ કર્મેન્દ્રિય તથા મન. આ અગીઆર ઈદ્રિ અને પાંચ મહાભૂત એ સોળ ત વિકૃતિરૂપ છે. પુરુષ (આત્મા) પ્રકૃતિ અને વિકૃતિથી રહિત છે.
(टीका) प्रीत्यप्रीतिविषादात्मकानां लाघवोपष्टम्भगौरवधर्माणां परस्परोपकारिणां प्रयाणां गुणानां सत्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः । प्रधानमन्यक्तमित्यनर्थान्तरम् । तच्च अनादिमध्यान्तमनवय साधारणमशब्दमस्पर्शमरूपमगन्धमव्ययम् । प्रधानाद बुद्धिर्महदित्यपरपर्यायोत्पद्यते । योऽयमध्यवसायो गवादिषु प्रतिपत्तिः एवमेतद नान्यथा. गौरेवायं नाश्वः, स्थाणुरेष नायं पुरुष इत्येषा बुद्धिः । तस्यास्त्वष्टौ रूपाणि धर्मज्ञानवैराग्यैश्वर्यरूपाणि चत्वारि सात्त्विकानि । अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि चत्वारि तामसानि ।
(અનુવાદ) - પરસ્પર ઉપકાર કરવાવાળા પ્રીતિ અને લાઘવરૂપ સત્વ, અપ્રીતિ અને ઉપષ્ટભરૂપ રજ વિષાદ અને ગૌરવરૂપ તમ, ઈત્યાકારક સત્વ, રજસ્ અને તમે ગુણની સામ્યવસ્થા તે પ્રકૃતિ કહેવાય, પ્રધાન કહેવાય અથવા અવ્યક્ત કહેવાય. તે પ્રધાન અથવા પ્રકૃતિ આદિ, મધ્ય, અન્ત, અને અવયવ રહિત છે, તેમજ સાધારણ છે. વળી તે પ્રકૃતિ
વ્યા. ૨૩