________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭ : “અમૃત જ્યોતિ અહીં' - આત્મામાં જ ઉપયુક્ત' - ઉપયોગવંત સતો ભાવે છે, તે “એક જ - બીજો કોઈ નહિ - જ્ઞાનનય અને ક્રિયાનયની - બન્નેની “પરસ્પર' - એકબીજા સાથે “તીવ્ર' - તીક્ષ્ણ - ઉગ્ર - ગાઢ - કદી પણ ન છૂટે એવી બળવાનું મૈત્રીનું “પાત્ર' : ભાજન કરાયેલો “આ ભૂમિને' - આ શાનમાત્રથી નિજભાવમથી શાન ભૂમિકાને આઠે છે – આશ્રય કરે છે.
અર્થાત્ સ્યાદવાદ કૌશલથી જ્ઞાન - શેયના “અનેક' - એક નહિ એવા ભિન્ન ભિન્ન “અંત’ ધર્મ જાણવા રૂપ અનેકાંતથી ભેદવિજ્ઞાન પામી અને સુનિશ્ચલ સંયમથી પરરૂપ શેયમાં જતા જ્ઞાનને સ્વરૂપમાં સંયમી રાખી, જે જ્ઞાનને ક્રિયા વિના ન ચાલે ને ક્રિયાને જ્ઞાન વિના ન ચાલે એવી અવિનાભાવી શાન અને ક્રિયાની કદી પણ છૂટી ન પડે એવી “ગાઢ' અભેદ તીવ્ર મૈત્રી સાધી જ્ઞાન - ક્રિયાનો સુમેળ સાધે છે - જ્ઞાન - ચારિત્ર દશામય બને છે, તે એક જ આ “જ્ઞાનદશા' રૂપ જ્ઞાનમાત્રમથી ભૂમિકાને પામે છે - બીજે શુષ્કજ્ઞાની વાચા જ્ઞાની નહિ જ.
૮૬૯