________________
સમયસાર : આત્મખ્યાતિ
वसंततिलका चित्डिचंडिमविलासिविकासहास शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः । आनंदसुस्थितसदास्खलितैकरूप -
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा ॥२६८॥ ચિત્ પિંડ ચંડિમ વિલાસિ વિકાસ હાસ, શુદ્ધ પ્રકાશથી ભર્યું સુપ્રભાત જાસ; તે આત્મ આ અચલ અર્ચિ ઉદે જ તેને, આનંદસ્થિત નિત અઅલિતૈક રૂપ. ૨૬૮
અમૃત પદ - ૨૬૮
(“ચંદ્ર પ્રભુ મુખ ચંદ' - એ રાગ ચાલુ) ચિત્ પિંડ ચંડિમ વિલસિ રહ્યું... ચેતન ચિંતવ રે. વિકાસ દાસ ઉદાત્ત... ચેતન. . શુદ્ધ પ્રકાશ ભરે ભર્યું... ચેતન. જેનું થયું સુપ્રભાત. ચેતન. ૧ આત્મા આ થાય ઉદિત... ચેતન. તેને જ અચલાર્ચિ રૂપ... ચેતન. સદા આનંદ સુસ્થિત... ચેતન. અસ્મલિત (જ) એકરૂપ... ચેતન. ૨ આત્માનું આ દિવ્ય ગાન... ચેતન. ભગવાન અમૃતચંદ્ર... ચેતન.
અમૃત કળશે રસપાન... ચેતન. સંભૂત અનુભવ કંદ... ચેતન. ૩ અર્થ - અને તેને જ (જે ઉપરમાં કહ્યો તે જ્ઞાનમાત્ર ભૂમિકા પ્રાપ્તને જ) ચિત્ પિંડ પ્રચંડપણાથી પ્રચંડતામાં વિલાસિ વિકાસ - હાસ રૂપ શુદ્ધ પ્રકાશભરથી નિર્ભર સુપ્રભાત જેનું થયું છે, એવો આ આનંદ સુસ્થિત સદા અસ્મલિત એક રૂપ અચલ અર્ચિષ (અચલ જ્યોતિ) આત્મા ઉદય પામે છે. ૨૬૮
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્સે શાન; કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૩ કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી; ચિદાનંદ ઘન તત્ત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે... શ્રી સુબહુ જિન.” - શ્રી દેવચંદ્રજી અને આમ જે “જ્ઞાનમાત્ર' - કેવલ જ્ઞાનમય શાન ભૂમિકાને પ્રાપ્ત થયેલો છે, “તેને જ - તે
જ્ઞાનીને જ કેવલ જ્ઞાન - સુપ્રભાતવાળો પૂર્ણ આત્મ-ભાનુ ઉદય પામે છે, આનંદ સુસ્થિત આત્મા ઉદયઃ એવો ભાવ આ વસંતતિલકા નિબદ્ધ મહાકવિત્વ સંપન્ન પરમામૃત સંભૂત કેવલ શાન “સુપ્રભાત દિવ્ય કળશ કાવ્યમાં પરમ અમૃત (Immortal) અમૃતચંદ્રજી પરમાર્થ
મહાકવિ પૂર્ણ આત્મભાવોલ્લાસથી લલકારે છે - તવૈવ રાયમુદ્રય ત્યનાર્વિરાભા - અને તેને તે જ્ઞાનમાત્રમયી - કેવલ' જ્ઞાનમયી શાનભૂમિકાને પ્રાપ્ત થયેલા જ્ઞાનીને જ “આ' - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો અચલ “અર્ચિષ વાળો' - તેજ:કિરણવાળો અચલ જ્યોતિ આત્મા ઉદય પામે છે ઉત્તરોત્તર ચઢતી જ્ઞાનદશા રૂપ ચઢતી કળાને - પૂર્ણ કળાને પામી ઉદ્દગમે છે - ઉગે છે (Dawns). આ ઉદય પામતો પરંજ્યોતિરૂપ આત્મા કેવો છે ? “વિહિંડ પંડિ વિસ્તાર વિવાહાત-શુદ્ધાશમરનિર્મસુપ્રભાત: - “ચિત્ પિંડના' - અખંડ એક પિંડ રૂપ ચિત્ વસ્તુના “ચંડિમ - પ્રચંડ પ્રભાવમાં “વિલાસિ’ - વિલાસ કરતા - રમણ કરતા ઉત્તરોત્તર ચઢતી દશા પામતાં “પૂર્ણ વિકાસ
૮૭૦