________________
સમયસાર : આત્મખ્યાતિ
स्याद्वादकौशलसुनिश्चलसंयमाम्यां, यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री .
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥२६७॥ સ્યાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમે જ, ભાવે સ્વને પ્રતિદિને ઉપયુક્ત જે જ; આશ્રે જ એહ ભૂમિ તેહ જ એક માત્ર, જ્ઞાન - ક્રિયાનય પરસ્પર મૈત્રી પાત્ર. ૨૬૭
અમૃત પદ - ૨૬૭
(‘ચંદ્ર પ્રભુ મુખચંદ' એ રાગ ચાલુ) સ્યાદ્વાદ કૌશલ યુક્ત... ચેતન ચિતવ રે. સુનિશ્ચલ સંયમ યોગ... ચેતન ચિંતવ રે. સ્વને નિત્ય ઉપયુક્ત... ચેતન. ભાવે જે સઉપયોગ... ચેતન. ૧ આ જ્ઞાન ભૂ આશ્રય કરે... ચેતન. અહિં તે એક જ માત્ર... ચેતન. જ્ઞાન-ક્રિયાના પરસ્પરે... ચેતન. તીવ્ર મૈત્રીના પાત્ર... ચેતન. ૨ સ્યાદ્વાદ ને સંયમ તણી... ચેતન. ભગવાન અમૃતચંદ્ર. ચેતન.
અમૃત કળશે અતિ ભણી... ચેતન. સંભૂતિ સંયમ અનભવ કરે... ચેતન. ૩ અર્થ - સ્યાદ્વાદ કૌશલ અને સુનિશ્ચલ સંયમ એ બે વડે કરીને જે અહીં ઉપયુક્ત (ઉપોયગ યુક્ત) એવો સ્વને દિને દિને ભાવે છે, તે જ્ઞાન - ક્રિયાની પરસ્પર તીવ્ર મૈત્રીનો પાત્ર રૂપ કરાયેલો એક આ . ભૂમિને (જ્ઞાન ભૂમિકાને) આક્ષે છે. ૨૬૭
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્મ ભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન.” - શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન-ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું તે જ નિર્જરાનો સુંદર માર્ગ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. “ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વંદી જે દેશના સુણે, જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ અનુભવ યોગે હો નિજ સાધકપણે... સેવો ઈશ્વર દેવ.' - શ્રી દેવચંદ્રજી ત્યારે આ જ્ઞાનમાત્ર નિજભાવમથી જ્ઞાનભૂમિકાનો આશ્રય કરવાને કોણ સમર્થ (ligible,
competent) બને છે, તેનું સાંગોપાંગ સકલ અવિકલ વિધાન આ કળશ સ્યાદવાદ કૌશલ સનિશ્ચલ કાવ્યમાં અમૃતચંદ્રજીએ પ્રકાર્યું છે - થાકાઠીશનમુનિશ્ચનસંયTખ્ય - સંયમઃ જ્ઞાનક્રિયાની તીવ્ર મૈત્રી સ્યાદ્વાદ કૌશલથી અને સુનિલ સંયમથી જે “અહરહઃ' - દિને દિને સ્વને
અહીં ઉપયુક્ત’ - ઉપયોગવંત સતો ભાવે છે - : મવથત્યંદર: મિહોપયુવત:, તે એક જ્ઞાનનય - ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીનું પાત્ર કરાયેલો આ ભૂમિને આઠે છે - જ્ઞાનક્રિયાનયપરસ્પરતીવ્રમૈત્રીપાત્રીત: શ્રયતિ મૂિિામાં રસ : | અર્થાતુ અનેક અંત - ધર્મ ધરાવતી અનેકાંત વસ્તુના એક નહિ એવા “અનેક' - ભિન્ન અંત - ધર્મ રૂપ અનેકાંત દર્શાવતા સ્યાદ્વાદમાં કુશલપણારૂપ - પટ્ટપણારૂપ - નિપુણપણારૂપ સ્યાદવાદ કૌશલથી અને એમ “અનેક - એક નહિ એવા ભિન્ન ભિન્ન વસ્તુ ધર્મ રૂપ અનેકાંતને જાણીને પોતાને પર વસ્તુમાં જતાં અટકાવવા રૂપ સુનિશ્ચલ' અત્યંત નિશ્ચલ - “સંયમથી' અથવા પોતાને સ્વ વસ્તુમાંજ સંયમી રાખવા રૂપ ધારી રાખવા રૂપ અત્યંત નિશ્ચલ - “સનિશ્ચલ સંયમથી', જે “અહરહા' . દિને દિને - પ્રતિદિન “સ્વ” - પોતાને - આત્માને
૮૬૮