________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૫૯ : ‘અમૃત જ્યોતિ’ अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः, सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एवं लसति स्वस्य स्वभावं भरा परभावभावविरहव्यालोकनिष्कंपितः
॥૨૧॥
વાસ આત્મામાં ગણી સર્વભાવ ભવનો શુદ્ધ સ્વભાવ ચ્યુતો, સર્વત્રે અનિવારિયો ગતભયા ઔર પશુ ક્રીડતો ! સ્યાદ્વાદી સ્વ સ્વભાવ આરૂઢ થઈ વિશુદ્ધ ઉલ્લાસતો,
સ્વો ભાવો પરભાવથી ન જ ઈતિ નિષ્કપ આલોકતો. ૨૫૯
અમૃત પદ ૨૫૯
(ધાર તરવારની’
અધ્યાસી આત્મમાં, ભવન સર્વ ભાવનું, સર્વત્ર અનિવારિતો, ગતભયા પશુ થતો,
-
-
એ રાગ ચાલુ)
શુદ્ધ સ્વભાવથી વ્યુત થાતો, ક્રીડતો સ્વૈર વિહાર આ તો...
પશુ અધ્યાસી આત્મામાં ભવન સર્વ ભાવનું. ૧ સ્યાદ્વાદી તો સ્વ સ્વભાવ આરૂઢ થઈ, લસલસંતો વિશુદ્ધો જ આંહિ, પરતણા ભાવથી, ભાવ નિજ હોય ના, એમ નિષ્કપ અવલોકમાંહિ.
સ્યાાદી તો સ્વ સ્વભાવ આરૂઢ થઈ, વિશુદ્ધ જ આંહિ. ૨ અર્થ - આત્મામાં સર્વ ભાવનું ભવન અધ્યાસીને શુદ્ધ સ્વભાવથી વ્યુત થયેલો એવો પશુ સર્વત્ર પણ અનિવારિત સતો, ગતભય સ્વૈરપણે ક્રીડા કરે છે, પણ સ્યાદ્વાદી તો સ્વના સ્વભાવને ભરથી (સારી પેઠે - પૂર્ણ પણે) આરૂઢ થયેલો હોઈ, પરભાવથી ભાવ વિરહના (ભાવ અભાવના) વ્યાલોકમાં નિષ્કંપિત સતો, વિશુદ્ધ જ લસે છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક્ દૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૦, ૮૩૩
‘‘આત્મ ભાવે રહે અપરતા નવ ગ્રહે.''
‘લહી ઉદાસીનતા અપર ભાવે.'' શ્રી દેવચંદ્રજી
ઉપ૨માં કહ્યો તેથી વિરુદ્ધ - પરમાવેન અસત્ત્વ પરભાવથી અસત્ત્વ એ બારમો પ્રકાર અત્ર આ કળશ કાવ્યમાં અમૃતચંદ્રજી પરમાર્થ મહાકવિએ સુંદર સ્વભાવોક્તિમય શબ્દચિત્ર આલેખી પ્રદર્શિત કર્યો છે अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः આત્મામાં સર્વ ભાવનું ‘ભવન' – હોવાપણું ‘અધ્યાસી’ માની બેસીને શુદ્ધ સ્વભાવથી ‘ચુત’ - ભ્રષ્ટ પ્રમત્ત થયેલો ‘પશુ' - અબૂઝ અજ્ઞાની જીવ, સર્વત્ર - સર્વસ્થળે પણ ‘અનિવારિત' - નિવારવામાં નહિ આવેલો એવો ‘ગતભય’ - ભય રહિત સતો ‘સ્વૈર' - સ્વચ્છંદપણે ફ્રીડે છે' - ૨મે છે ‘સર્વત્રાપનિવારિતો તમય: સ્વૈર પશુ: શ્રીઽતિ', પણ ‘સ્વના’ - પોતાના - આત્માના સ્વભાવે ‘ભરથી' - પૂરેપૂરી રીતે - સારી પેઠે આરૂઢ થયેલો સ્યાદ્વાદી તો પરભાવથી ‘ભાવના' - હોવાપણાના ‘વિરહના’ - અભાવના વ્યાલોકમાં' - ‘વિ' - વિશેષે કરીને આલોકમાં - ‘આ' વસ્તુ મર્યાદા પ્રમાણે લોકમાં - અવલોકનમાં - દર્શનમાં ‘નિષ્કંપિત’ - અચલાયમાન
૮૩૭
-
-