________________
સમયસાર : આત્મખ્યાતિ
પરભાવમાં તો તે છે નહિ અને જ્યાં તે છે એવા સ્વભાવનો મહિમા તે જાણતો નથી, એટલે તે સર્વથા નાશ પામે જ છે. પણ આથી ઉલટું, સ્વ - પરના અનેક અંત રૂપ અનેકાંત સમજનારો સ્યાદ્વાદી શાની સમ્યગ્દષ્ટિ તો જાણે છે કે મ્હારો ભાવ હોવાપણું તો સ્વભાવે કરીને છે, એટલે જ્યાં ત્રણે કાળમાં ન ચળે એવું નિશ્ચયરૂપ નિયત સ્વભાવે ‘ભવન' - (ભાવ હોવાપણું છે) એવા જ્ઞાન થકી તે સર્વ જ્ઞેયથી વિભક્ત’ - વિભિન્ન - જૂદો હોય છે અને સહજ સ્વભાવભૂત જે સ્વભાવ છે તેની તેને સ્પષ્ટ અનુભવ પ્રતીતિ વર્તે છે, એટલે તે નાશ પામતો નથી, પણ સહજાત્મસ્વરૂપી સહજ સ્વભાવે પરમાર્થ જીવનથી જીવે જ છે.
-
ટ્વ
es