________________
સમયસાર : આત્મખ્યાતિ
સતો, વિશુદ્ધ જ લસે છે – “ચઢાવી તુ વિશુદ્ધ gવ તતિ સ્વસ્થ માવે મરવાઢા પરમાવમાવિર૮ - વ્યાનોનિક્કતિઃ |' અર્થાત્ સ્વ - પરનો “એક અંત' - એકાંત ગ્રહનારો અજ્ઞાની પશુ સર્વભાવ મહારા પોતામાં - આત્મામાં હોય છે એમ માની બેસે છે, એટલે તે શુદ્ધ સ્વભાવથી અત - ભ્રષ્ટ - પ્રમત્ત થાય છે, એટલે પછી સર્વત્ર કોઈથી નહિ નિવારાતો - નહિ અટકાવાતો એવો તે ભયરહિતપણે સ્વચ્છેદે ક્રીડા કરે છે. પણ આથી ઉલટું સ્વ - પરના “અનેક અંત’ - અનેકાંત સમજનારો સ્યાદ્વાદી તો “સ્વના - પોતાના સ્વભાવ પર ભરથી - પૂરેપૂરો આરૂઢ થયેલો છે, ઉંચી સ્વભાવસ્થિતિ દશાએ ચઢેલો છે, એટલે મ્હારામાં પરભાવના ભાવનો - હોવાપણાનો “વિરહ - વિયોગ - અભાવ છે એમ સ્પષ્ટ આલોકે છે - વસ્તુ મર્યાદા પ્રમાણે અવલોકે છે - વિલોકે છે - દેખે છે, એથી કરીને તે પરભાવથી કંપાયમાન - ચલાયમાન થતો નથી અને સ્વભાવારૂઢ દશામાં નિષ્ક્રપિત રહી વિશુદ્ધ જ લસે છે - ઉલ્લસે છે.
૮૩૮