________________
સમયસાર : આત્મખ્યાતિ
पूर्वालंबितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्, सीदत्येव न किंचनापि कलयन्नत्यंत तुच्छः पशुः । अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः; पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि ॥२५६॥ પૂર્વલંબિત શેય નાશ સમયે નાફ્ જ્ઞાનનો જાણતો, સીદાયે જ પશુ ન કાંઈ કળથો અત્યંત તુચ્છો થતો; આનું અસ્તિપણું સ્વકાળથી કળી સ્યાદ્ાદી તો જાણતો, વસ્તુ બાહ્ય થઈ ફરી ફરી નશે પૂર્ણો જ આ તિષ્ઠતો. ૨૫૬ અમૃત પદ - ૨૫૬ (ધાર તરવારની' એ રાગ ચાલુ)
પૂર્વ આલંબિયા, શેય નાશ સમયમાં, જ્ઞાનનો જાણતો નાશ આંહિ, ખાલીખમ અબુઝ તે, અત્યંત તુચ્છો પશુ, સીદતો કાંઈ કળતો જ નાંહિ... ૧ આનું અસ્તિત્વ, કળતો જ નિજ કાળથી, તિષ્ઠતો પૂર્ણ સ્યાદ્વાદ વેદી, બાહ્ય વસ્તુઓ ભલે, ફરી ફરી ઉપજી, વિનશતી હોય તોયે અભેદી... ૨
અર્થ - પૂર્વે આલંબેલ જ્ઞેયના નાશ સમયે જ્ઞાનનો નાશ જાણતો, કંઈ પણ નહિ કળતાં અત્યંત તુચ્છ એવો પશુ સીદે જ છે, પણ આનું (જ્ઞાનનું) અસ્તિત્વ નિજકાળથી કળતો સ્યાદ્વાદવેદી પુનઃ, બાહ્ય વસ્તુઓ વારંવાર ઉપજીને વિનશતી સતે પણ - પૂર્ણતિષ્ઠે છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ?'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩
-
‘‘શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરુ, કાળ પ્રમાણે રે થાય સુગ્યાની સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીત ન જાય... સુ. ધ્રુવપદ રામી.'' - શ્રી આનંદઘનજી આ કળશ કાવ્યમાં સ્વતિન સત્ત્વ ‘સ્વકાલથી સત્ત્વ' એ નવમા પ્રકારનું નિરૂપણ કર્યું છે - પૂર્વાતંવિતવોથ્યનાશસમયે જ્ઞાનસ્ય નાશં - વિન્ - પૂર્વે ‘આલંબિત' - આલંબન કરેલ ‘બોધ્યના' – જ્ઞેયના નાશ સમયે જ્ઞાનનો નાશ જાણતો પશુ' - પશુ જેવો અબૂઝ અજ્ઞાની, કંઈ પણ નહિ કળતાં, અત્યંત નિઃસાર - ખાલીખમ સતો ‘સીદેજ છે' ‘તુચ્છ’ આત્મદશા પરત્વે નીચે ઉતરતો જાય છે ‘સીત્યેવુ ન વિનાપિ તયન્નત્યંતતુચ્છ: પશુ:', પણ આથી ઉલટું, ‘નિજકાળથી' - પોતાના સ્વકાળથી “આનું” - આ પ્રત્યક્ષ અનુભવાતા જ્ઞાનનું ‘અસ્તિત્વ' - હોવાપણું કળતો ‘સ્યાદ્વાદવેદી’ - સ્યાદ્વાદને વેદનારો અનુભવનારો - જાણનારો તો બાહ્ય વસ્તુઓમાં વારંવાર થઈને વિનશતાં છતાં પણ - પૂર્ણ ‘તિષ્ઠ’ છે - સ્થિતિ કરે છે - પૂર્ણસ્તિતિ વાદ્યવસ્તુપુ મુહુર્ભૂત્વા વિનશ્યતિ ।
-
અર્થાત્ - પૂર્વે આલંબન કરેલું શેય નાશ પામે છે તે કાળે જ્ઞાનનો નાશ થાય છે - એમ માની બેસતો અજ્ઞાની પશુ, કંઈ પણ નહિ કળતો - નહિ સમજતો, અત્યંત તુચ્છ - નિઃસાર હોતો, સીદેજ છે' - ડૂબે જ છે નીચે ને નીચે ઉતરતો જાય છે, પણ સ્યાદ્વાદને જાણનારો તો જાણે છે કે આ જ્ઞાનનું અસ્તિત્વ - હોવાપણું ‘નિજકાળથી’ - તેના પોતાના સ્વકાળથી છે, એટલે બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને - ઉપજી ઉપજીને ભલે વિનાશ પામતી જાય, અથવા તો બાહ્ય વસ્તુઓમાં વારંવાર હોઈને તે તે શેય વિશેષ પ્રત્યયી જ્ઞાન ભલે વિનશતું હોય - વિનાશ પામતું હોય, તો પણ તે સ્યાદ્વાદવેદી પૂર્ણ તિષ્ઠે છે' - સ્થિતિ કરે છે.
CA
-
૮૩૨
-