________________
સમયસાર : આત્મખ્યાતિ
- નિરીક્ષણ તો કરતો નથી, એટલે પરદ્રવ્યમાં હું છું એમ માનવા છતાં તે છે નહિ એટલે સ્વદ્રવ્ય ત્યાં મળતું નથી અને સ્વદ્રવ્ય જ્યાં તે છે તેને તે દેખતો નથી એટલે પણ તે મળતું નથી, આમ ઉભય ભ્રષ્ટ થયેલો તે સ્વદ્રવ્યની અપ્રાપ્તિથી સર્વથા શૂન્ય એવો નાશ પામે છે. પણ સ્યાદ્વાદી શાની સમ્યગ્દષ્ટિ મ્હારૂં આ હું છું એમ સ્વદ્રવ્યનું અસ્તિત્વ નિપુર્ણપણે - કુશલપણે નિરૂપે છે, એટલે પછી તેનું વિશુદ્ધ બોધ - મહર્ જે મગ્ન – ડૂબેલું પડ્યું હતું તે શીઘ્ર સમ્યપણે ઉન્મજતું જાય છે - ઉન્મગ્ન થતું જાય છે અને એમ ઉન્નજ્જતા જતા વિશુદ્ધ બોધ મહથી મહા જ્ઞાનજ્યોતિથી છેવટે પૂર્ણ થતો જીવે છે, સ્વરૂપ પ્રાપ્તિથી પરમાર્થ જીવનથી જીવે છે.
–
૮૨૬