________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ પર: “અમૃત જ્યોતિ प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावंचितः, स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति । स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मजता, स्याबादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ॥२५२॥ સાક્ષાત્ આલિખિત સ્ફટ સ્થિર પરદ્રવ્યાસ્તિતા વંચિતો, હ્યાં સ્વદ્રવ્ય અદર્શને પશુ નશે શૂન્યો બધેથી થતો; સ્વ દ્રવ્યાસ્તિત્વથી નિરૂપી નિપુણે સ્યાદ્વાદી તો જીવતો, ઉન્મજ્જત વિશુદ્ધ બોધ મહસથી તત્કાળ પૂર્ણો થતો. ૨૫
અમૃત પદ - ૨૫૨
(‘ધાર તરવારની' – એ રાગ ચાલુ) પ્રત્યક્ષ આલેખિયા, સ્કુટ જ સ્થિર દેખિયા, પરદ્રવ્યાસ્તિત્વથી અહિ ઠગાયો, સ્વદ્રવ્ય ન જ દેખતો, શૂન્ય સર્વથા થતો, પશુ જ તે નાશ નિશ્ચે જ પાયો... સ્વદ્રવ્ય અસ્તિત્વથી, નિરૂપી નિપુણત્વથી, જીવે સ્યાદ્વાદવાદી જ આ તો,
સદ્ય સમુન્મજ્જતા, વિશુદ્ધ અતિ પ્રગટતા, બોધ મહા મહસથી પૂર્ણ થાતો... અર્થ - પ્રત્યક્ષ અલિખિત (આલેખેલ) સ્ફટ સ્થિર એવા પરદ્રવ્યની અસ્તિતાથી વંચિત થયેલો, સ્વદ્રવ્યના અનવલોકનથી (અદર્શનથી) પરિતઃ (બધી બાજુથી - સર્વથા) શૂન્ય એવો પશુ : પણ સ્વદ્રવ્યની અસ્તિતાએ કરીને નિપુણપણે નિરૂપી, સદ્ય (શીઘ) સમુન્મજ્જતા વિશુદ્ધ બોધ મહસથી પૂર્ણ થતો સ્યાદ્વાદી તો જીવે છે.
અમૃત જ્યોતિ મહાભાષ્ય ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહિયે કેવું જ્ઞાન ?' - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિજી સૂત્ર, ૫૫ “અસ્તિ સ્વભાવ રુચિ થઈ રે, ધ્યાતો અસ્તિ સ્વભાવ, દેવચંદ્ર પદ તે લો રે, પરમાનંદ જમાવો રે.... કુંથુ જિનેસરુ.” - શ્રી દેવચંદ્રજી
આ કળશ કાવ્યમાં ‘પદ્રવ્ય સત્ત્વ' - સ્વદ્રવ્યથી સત્ત્વ - અસ્તિત્વ એ પાંચમા પ્રકારનું દર્શન કરાવ્યું છે - પ્રત્યક્ષત્તિવિતસ્થિરપારદ્રવ્યાતિતાનંતિઃ - પ્રત્યક્ષ “આલિખિત' - આલેખાયેલ સ્ફટ - પ્રગટ સ્થિર એવા પરદ્રવ્યોની “અસ્તિતાથી - અસ્તિપણાથી - હોવાપણાથી વંચિત - થયેલો - ઠગાયેલો, છેતરાયેલો (અને) સ્વદ્રવ્યના “અનવલોકનથી' - નહિ અવલોકવાથી - નહિ દેખવાથી
પરિતા” - બધી બાજુથી – સર્વથા શૂન્ય એવો પશુ નાશ પામે છે - “સ્વદ્રવ્યાનવનોને પરિત: શૂન્ય Tગુર્નશ્યતિ, પણ આથી ઉલટું, સ્યાદ્વાદી તો સ્વદ્રવ્ય અસ્તિતાએ - સ્વદ્રવ્ય અસ્તિપણાએ કરી નિપુણ પણે” - કુશલપણે નિરૂપીને - “વદ્રવ્યાતિત નિરૂષ નિપુ', સદ્ય - શી “સમુન્મજ્જતા’ - સમ્યફ પણે ઉન્મજ્જતા - ઉન્મગ્ન થતા વિશુદ્ધ “બોધ મહસુથી” - બોધરૂપ મહાતેજથી પૂર્ણ થતો જીવે છે - સદ્યઃ સમુન્મજ્જતા સ્યાદ્વાદી તુ વિશુદ્ધબોધમસા પૂર્ણા ભવનું જીવતિ |
અર્થાતુ - સ્વ - પરનો “એક અંત’ - એકાંત દેખનારો મિથ્યાદેષ્ટિ અજ્ઞાની પશુ તો બહારમાં પ્રત્યક્ષ - સાક્ષાત્ લક્ષમાં આવતા – જોવામાં આવતા સ્કુટ – પ્રગટ સ્થિર એવા પરદ્રવ્યોનું અસ્તિત્વ – હોવાપણું છે તેથી વંચિત થાય છે - ઠગાઈ જાય છે કે આ હું છું અને અંતરમાં તે સ્વદ્રવ્યનું અવલોકન - દર્શન
૮૨૫