________________
સમયસાર : આત્મખ્યાતિ
ज्ञेयाकारकलंकमेचकचितिप्रक्षालनं कल्पय - त्रेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति । वैचित्र्येप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं, पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकांतवित् ॥२५१॥ જોયાકાર કલંક ચિત્ર ચિતિની પ્રક્ષાલના કલ્પતો, એકાકાર ચિકીર્ષથી ફુટ પશુ તે જ્ઞાન ના ઈચ્છતો; વૈચિત્ર્ય અવિચિત્ર જ્ઞાન જ સ્વતઃ પ્રક્ષાલિયું પેખતો, પર્યાયોથી અનેકતા તસ અનેકાંતજ્ઞ વિમાસતો. ૨૫૧
અમૃત પદ - ૨૫૧
(“ધાર તરવારની' એ ચાલુ રાગ) જોયાકાર કલંકથી ચિત્ર આ ચિતિ તણું પ્રક્ષાલન કલ્પના જેહ પ્રીછે, એક આકાર કરવાની ઈચ્છાથી તે, ટ પણ જ્ઞાન પશુ ના જ ઈચ્છ. કિંતુ અનેકાંતવિહુ અનેકતા તેહની, પર્યાયોથી થતી અત્ર લેખે,
વૈચિત્ર્યમાંય અવિચિત્રતા ગત સ્વતઃ, જ્ઞાન ક્ષાલિત થયેલું જ દેખે... ૨ અર્થ : જોયાકાર કલંકથી મેચક (રંગબેરંગી - ચિત્ર વિચિત્ર) ચિતિનું પ્રક્ષાલન કલ્પતો પશુ એકાકાર ચિકીર્ષાથી (કરવાની ઈચ્છાથી) ફુટ પણ જ્ઞાનને પશુ નથી ઈચ્છતો, (પણ) પર્યાયોની તેની (જ્ઞાનની) અનેકતા પરિમર્શતો અનેકાંતવિદ્ વૈચિત્ર્યમાં (વિચિત્રતા મધ્યે) પણ અવિચિત્રતા પામેલ જ્ઞાનને સ્વતઃ ક્ષાલિત દેખે છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “સ્વરૂપ ચેતન નિજ જડ સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે.” - શ્રીમદ્
રાજચંદ્રજી, અં. ૯૦૨ આગલા કળશમાં વર્ણવેલા પ્રકારથી વિરુદ્ધ એવો “યરનેઋત્વે - “પર્યાયોથી અનેકત્વ' એ ચતુર્થ પ્રકાર અત્ર ચર્ચો છે - વાછરછત્તમૈવવિતિ પ્રક્ષાનું છત્પયન - ષેય આકારો રૂપ કલંકથી “મેચક' - ચિત્ર વિચિત્ર - રંગબેરંગી (Variegated) ચિતિનું' - ચૈતન્યનું “પ્રક્ષાલન” - પ્રક્ષાલવું - - ધોવાપણું કલ્પતો પશુ “એકાકાર ચિકીર્ષાથી' - એક આકાર કરવાની ઈચ્છાથી સ્ફટ એવા પણ જ્ઞાનને નથી ઈચ્છતો - “Uારવિઠ્ઠીર્ષવા, સ્કુટર જ્ઞાનં પશુનૈઋતિ’ | -
પણ આથી ઉલટું – “વૈચિત્ર્યમાં– વિચિત્રપણામાં પણ “અવિચિત્રતા' – અવિચિત્રપણું પામેલું જ્ઞાન સ્વતઃ' સ્વ થકી - આપોઆપ જ “ક્ષાલિત' - ધોવાયેલું છે - “ડિવિવિત્રતીમાતં જ્ઞાન વતઃ ક્ષત્તિ', એમ પર્યાયોથી “તેની' - જ્ઞાનની અનેકતા - અનેકપણું “પરિકૃશતો” - પરામર્શ કરતો - પર્યાલોચતો અનેકાંતવતુ - અનેકાંતવેત્તા દેખે છે - સાક્ષાત કરે છે - પર્યસ્ત છતાં રિકશન gયત્યનેહાંતરિતુ I -
અર્થાતુ - સ્વ - પરનો “એક અંત’ - એકાંત માનતો અજ્ઞાની પશુ જ્ઞાનમાં શેયના આકારો પડે છે તેથી હાય રે ! કલંક - મલિનપણું લાગી ગયું એમ માની બેસી, તે જોયાકાર કલંકથી “મેચક' - ચિત્ર વિચિત્ર - રંગબેરંગી બનેલ “ચિતિનું' - ચૈતન્યનું પ્રક્ષાલન કરવું પડશે, ધોઈ નાંખવાનું કરવું પડશે, એવી કલ્પના કરે છે, એટલે એક આકાર કરવાની ઈચ્છાએ કરી તે સ્ફટ - પ્રગટ એવા જ્ઞાનને પણ ઈચ્છતો નથી. આથી ઉલટું, સ્વ - પરના “અનેક અંત’ - ધર્મ રૂપ અનેકાંતને જાણનારો અનેકાંત-વિત જ્ઞાની સમ્યગુદૃષ્ટિ જાણે છે કે વિચિત્રપણામાં પણ અવિચિત્રપણું પામેલું જ્ઞાન તો “સ્વતઃ' - આપોઆપ જ (By its oneself) ધોવાયેલું છે અને તેનું અનેકપણું તો પર્યાયોથી છે. એમ સર્વથા વિચારતાં તે જ્ઞાનને દેખે છે - આત્મપ્રત્યક્ષ કરે છે.