________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૩ કર્મ સર્વ સર્વિવિદ્ અંધસાધન કહે છે, જ્ઞાન જ શિવહેતુ વિહિત છે. એવા ભાવનો સમયસાર કળશ (૪) પ્રકાશે છે -
स्वागता कर्म सर्वमपि सर्वविदो यद्, बंधसाधनमुशन्त्याविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं, ज्ञानमेव विहितं शिवहेतुः ॥१०३॥ કર્મ સર્વ પણ સર્વવિદો જે, બંધ હેતુ અવિશેષથી ભાખે; તેથી સર્વ પણ તે પ્રતિષેધ્યું, જ્ઞાન એ જ શિવહેતુ પ્રબોધ્યું. ૧૦૩
અમૃત પદ-૧૦૩ કર્મ સર્વ જ બંધનો હેતુ, જ્ઞાન જ મોક્ષતણો હેતુ, જ્ઞાન જ વિહિત શિવહેતુ, કહે સર્વજ્ઞો શિવસેતુ... કર્મ સર્વજ. ૧ કર્મ સર્વ જ બંધનો હેતુ, અવિશેષથી જાણ જ એ તું, એમ સર્વવિદોએ ભાખ્યું, શુદ્ધ પ્રગટ તત્ત્વ એ દાખ્યું... કર્મ સર્વજ. ૨ લોહ સુવર્ણ બેડી શું એમાં, શુભ અશુભ ભેદ તું લે મા ! કર્મ સર્વ જ તેથી નિષેધ્યું, જ્ઞાન જ શિવહેતુ બોધ્યું... કર્મ સર્વજ. ૩
ભગવાન્ સર્વશ અમૃત વાણી, શિવ સુખ અમૃતની ખાણી, -- ભવ્યહિત સુવિહિત અમૃત એ, સુવિહિત શેખર “અમૃત' એ... કર્મ સર્વજ. ૪
અર્થ - કારણકે કર્મને સર્વને પણ સર્વવિદો અવિશેષથી બંધ સાધન કહે છે, તેથી સર્વ પણ તે પ્રતિષિદ્ધ છે, જ્ઞાન જ શિવહેતુ (મોક્ષ કારણ) વિહિત છે.
“અમૃત જ્યોતિ” મહાભાષ્ય જ્ઞાન માર્ગ આરાધે તો અને રસ્તે ચાલે તો શાન થાય. સમજાય તો આત્મા સહજમાં પ્રગટે. નહિ તો જીંદગી જાય તોય પ્રગટે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા (૯૫૭)
ઉપરમાં “આત્મખ્યાતિ’ના ગદ્ય ભાગમાં જ સ્પષ્ટ કહી દેખાડ્યું તેની પુષ્ટિ અર્થે સારસમુચ્ચય રૂપ આ કળશ કાવ્ય કહ્યું છે - વર્ષ સર્વમરિ સર્વવિદો વત્ - શુભ – અશુભ કર્મને સર્વને ય “સર્વવિદો - સર્વ જાણનારી સર્વજ્ઞો “અવિશેષથી” - વિશેષ વિના – વિના તફાવતે “બંધ સાધન” - બંધનું સાધનારૂં બંધકારણ કર્થ છે - વૈધસાધનમુશન્યવિશેષત, પરમ પ્રમાણભૂત - પરમ આમ આ સર્વશના કથન પરથી સ્વયં સિદ્ધ થાય છે કે - તે કર્મ સર્વ પણ પ્રતિષિદ્ધ છે - પ્રતિષેધવામાં આવેલું છે - તેને સર્વ તપ્રતિષિદ્ધ અને જ્ઞાનમાત્ર જ શિવહેતુ વિહિત છે – જ્ઞાનમેવ વિહિત શિવહેતુ, એક કેવલ જ્ઞાન માત્ર જ મોક્ષ રૂપ સાધ્યને સાધનારૂં અવિનાભાવિ સાધન છે, અવિસંવાદિ મોક્ષકારણ છે એમ વિધાન વિધિ રૂપ નિરૂપણ કરવામાં આવ્યું છે.
આકૃતિ
સર્વ
બંધ હેતઃ
જ્ઞાન
મોક્ષ હેતુ
કર્મ
આમ અશુદ્ધોપયોગમય શુભ-અશુભોપયોગ રૂપ સર્વ શુભ-અશુભ કર્મ પૂર્વે કહ્યા પ્રમાણે પરદ્રવ્ય પ્રવૃત્ત હોઈ પરદ્રવ્ય સંયોગરૂપ બંધનું કારણ છે અને જ્યાં જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ જ નથી
૩૩.