________________
સમયસાર : આત્મખ્યાતિ
એવું કેવલ' જ્ઞાન જ શુદ્ધ ઉપયોગ જ સ્વદ્રવ્ય પ્રવૃત્ત' હોઈ મોક્ષનું કારણ છે એમ જાણી, બંધ મુક્ત થવા ઈચ્છતો મુમુક્ષુ પરદ્રવ્ય સંયોગ કારણનો વિનાશ અભ્યાસે છે અને તે ‘કૈવલ' શાન જ ‘સ્વદ્રવ્ય પ્રવૃત્ત' અર્થે કેવી ભાવના ભાવે છે તેનો પરમ ઉત્તમ પ્રકાર પરમ ભાવિતાત્મા શુદ્ધોપયોગ જ મોક્ષ કારણ પરમર્ષિ કુંદકુંદાચાર્યેજીએ *પ્રવચનસાર ૨ - ગા. ૬૭-૬૮માં પ્રદર્શિત કર્યો છે - (૧) ‘અશુભોપયોગ રહિત, ન શુભોપયુક્ત, (એમ) અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ હોતો હું શાનાત્મક આત્માને ધ્યાવું છું. (૨) હું નથી દેહ, નથી મન, નથી વાણી, નથી તેઓનું કારણ, નથી કર્તા, નથી કારયિતા (કરાવનારો), નથી કર્તાઓનો અનુમંતા (અનુમતિ આપનાર).’
આ આત્મભાવનાને
ઓર બહલાવતાં પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી ત્યાં વદે છે - *(૧) જે ખરેખર ! સ્ફુટપણે આ પરદ્રવ્ય સંયોગ કારણપણે ઉપન્યસ્ત અશુદ્ધ ઉપયોગ, તે નિશ્ચયે કરીને મન્દ-તીવ્ર ઉદય દશા વિશ્રાંત પરદ્રવ્યને અનુવૃત્તિ તન્ત્રપણા થકી જ પ્રવર્તે છે, પણ નહિ કે અન્ય થકી, તેથી હું આ સર્વ જ પરદ્રવ્યમાં મધ્યસ્થ થઉં છુ અને એમ હોતો હું પરદ્રવ્યને અનુવૃત્તિ તન્ત્રપણાના અભાવને લીધે શુભ વા અશુભ એવા અશુદ્ધ ઉપયોગથી નિર્યુક્ત (સર્વથા મુક્ત) થઈને, કેવલ સ્વદ્રવ્યની અનુવૃત્તિના પરિગ્રહ થકી પ્રસિદ્ધ (પ્રકૃષ્ટ પણે સિદ્ધ) છે શુદ્ધોપયોગ જેને એવો હું ઉપયોગાત્માથી આત્મામાં જ નિશ્ચલ ઉપયુક્ત સ્થિતિ કરૂં છું. આ મ્હારો પરદ્રવ્ય સંયોગકારણના વિનાશનો અભ્યાસ છે. (૨) (હવે શરીરાદિ પરદ્રવ્યમાં માધ્યસ્થ પ્રકટ કરે છે -)
દેહાદિ પરદ્રવ્યમાં અપૂર્વ
માધ્યસ્થ્ય ભાવના
વાક્
શરીરને અને વાચાને અને મનને હું પરદ્રવ્યપણે પ્રતિપદું છું (માનું છું), તેથી તેઓમાં મ્હારો કોઈ પણ પક્ષપાત છે નહિ - સર્વત્ર પણ હું અત્યંત મધ્યસ્થ છું. તે આ પ્રકારે - (૧) નિશ્ચયે કરીને હું શરીર મન સ્વરૂપાધારભૂત અચેતન દ્રવ્ય છું નહિ, તેઓ ખરેખર ! હું સ્વરૂપાધાર અર્થ સિવાય પણ આત્માનું (પોતાનું) સ્વરૂપ ધારે છે, તેથી હું શરીર-વા-મનઃનો પક્ષપાત ફગાવી દઈ અત્યન્ત મધ્યસ્થ છું. (૨) અને શરીર-વા-મનઃનું કારણ એવું અચેતન દ્રવ્યપણું મ્હારૂં છે નહિ, તેઓ ખરેખર ! હું કારણ સિવાય પણ કારણ હોય છે, તેથી હું તેના કારણપણાનો પક્ષપાત ફગાવી દઈ
-
-
" असुहोब ओगरहिदो सुहोवजुत्तो ण अण्णदवियम्मि ।
होजं मज्झत्योऽहं णाणप्पगमप्पगं झाए |
णाहं देहो ण मणो ण चैव वाणी ण कारणं तेसिं ।
વત્તા બ બ પિલા અનુમત્તા જેવ જત્તીળું ’’ - શ્રી ‘પ્રવચનસાર’, ૨-૬૭-૬૮
“यो हि नामायं परद्रव्यसंयोगकारणत्वेनोपन्यस्तोऽशुद्धउपयोगः स खलु मन्दतीव्रोदयदशाविश्रान्तपरद्रव्यानुवृत्तितन्त्रत्वादेव प्रवर्त्तते न पुनरन्यस्मात् । ततोऽहमेष सर्वस्मिन्नेव परद्रव्ये मध्यस्थो भवामि । एवं भवंश्चाहं परद्रव्यानुवृत्तितन्त्रत्वाभावात् शुभेनाशुभेन बाऽशुद्धोपयोगेन निर्मुक्तो भूत्वा केवलस्वद्रव्यानुवृत्तिपरिग्रहात् प्रसिद्ध शुद्धोपयोग उपयोगात्मनात्मन्येव नित्यं निश्चलमुपयुक्तस्तिष्ठामि । एष मे परद्रव्यसंयोगकारणविनाशाभ्यासः ॥
( अथ शरीरादावपि माध्यस्थ्यं प्रकटयति -)
शरीरं च वाचं च मनश्च परद्रव्यत्वेनाहं प्रतिपद्ये ततो न तेषु कश्चिदपि मम पक्षपातोस्ति । सर्वत्राप्यहमत्यन्तं मध्यस्थोऽस्मि । તથાહિ न खल्वहं शरीरवाङ्मनसां स्वरूपाधारभूतमचेतनद्रव्यमस्मि, तानि खलु मां स्वरूपाधारार्थान्तरेणाप्यात्मनः स्वरूपं धारयन्ति । ततोऽहं शरीरवाङ्मनः-पक्षपातमपास्यात्यन्तमध्यस्थोस्मि । न च मे शरीरवाङ्मनःकारणाचेतनद्रव्यत्वमस्ति, तानि खलु मां कारणमन्तरेणापि कारणं भवन्ति I ततोऽहं तत्कारणत्वपक्षपातमपास्यास्ययमन्यन्तमध्यस्थः । न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारणाचेतनद्रव्यत्वमस्ति, तानि खलु मां कर्तारमन्तरेणापि क्रियमाणानि I ततोऽहं तत्कर्मत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तमध्यस्थः । न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारकाचेतनद्रव्यप्रयोजकत्वमस्ति, तानि खलु मां कारकप्रयोजकमन्तरेणापि क्रियमाणानि । ततोऽहं तत्कारकप्रयोजकपक्षपातमपास्यास्म्ययमत्यन्तमध्यस्थः । न च मे स्वतन्त्रशरीरवाङ्मनः कारकाचेतनद्रव्यानुज्ञातृत्वमस्ति, तानि खलु मां कारकानुज्ञातारमन्तरेणापि क्रियमाणानि, ततोऽहं तत्कारकानुज्ञातृत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तमध्यस्थः ||" • શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ‘પ્રવચનસાર’ ટીકા - ૨-૬૭-૬૮ (ઉપરોક્ત)
૩૪