________________
સમયસાર : આત્મખ્યાતિ
પરમ ભટ્ટારક મહાદેવાધિદેવ પરમેશ્વર એવા અહ - સિદ્ધ - સાધુના શ્રદ્ધાનમાં અને સમસ્ત ભૂતગ્રામના અનુકંપા આચરણમાં પ્રવૃત્ત તે શુભ ઉપયોગ.” (૪) અશુભપયોગનું સ્વરૂપ આ પ્રકારે - વિશિષ્ટ ઉદયદશા વિશ્રાંત એવા દર્શન - ચારિત્રમોહનીય પુગલના અનુવૃત્તિપરપણાએ કરીને પરિગ્રહીત અશોભન ઉપરાગપણાને લીધે પરમ ભટ્ટારક મહાદેવાધિદેવ પરમેશ્વર એવા અહંત-સિદ્ધ-સાધુઓથી અન્યત્ર ઉન્માર્ગ શ્રદ્ધાનમાં અને વિષય-કષાય-દુઃશ્રવણ-દુરાશય-દુષ્ટ સેવન-ઉગ્રતા ચરણમાં પ્રવૃત્ત તે અશુભ ઉપયોગ.” આમ પદ્રવ્યપ્રવૃત્ત શુભાશુભ રાગજન્ય શુભાશુભ-ઉપયોગ પરદ્રવ્ય સંયોગનું - બંધનું કારણ છે. એટલા માટે જ જિન ભગવાનોએ સર્વ કર્મનો નિષેધ કર્યો છે.
“સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજ સ્વભાવે પરિણામ થવું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય થયા વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં, એવો નિશ્ચય જિને કહ્યો છે, તે વેદાંતાદિ કરતાં બળવાનું પ્રમાણભૂત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૫
સ્વ
પર. કર્મ પુદ્ગલ
જીવ