________________
સમયસાર : આત્મખ્યાતિ
बाह्यार्थग्रहणस्वभावभरतो विश्वग्विचित्रोल्लस - ज्ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुट्यन् पशु नश्यति । एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसय - नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकांतवित् ॥२५०॥ બાહ્યાર્થ પ્રહણ સ્વભાવથી બધે વિચિત્ર ઉલ્લાસતા, જોયાકારથી શીર્ણ શક્તિ પશુ તો નાશે બધે તૂટતાં; એક દ્રવ્યત્વથી સદા ઉદિતથી ભેદભ્રમ ધ્વસતો, એક જ્ઞાન અબાધિયું અનુભવે સ્યાદ્વાદી તો દેખતો. ૨૫૦
અમૃત પદ - ૨૫૦
(ધાર તરવારની' - એ રાગ ચાલુ) બાહ્ય અર્થો તણા, ગ્રહણ સ્વભાવે ઘણા, વિચિત્ર ઉલ્લાસતા સર્વ ઠામે, યાકારો થકી, શીર્ણ શક્તિ પશુ, તૂટતો સર્વતઃ નાશ પામે... એક દ્રવ્યત્વથી, નિત્ય સમુદિતથી, ભેદ ભ્રમ ધ્વસતો સ્યાદવાદી,
જ્ઞાન એક દેખતો, અનુભવન જસ છતો, બાંધતો અત્ર કોઈ ન વાદી... અર્થ - બાહ્ય અર્થ ગ્રહણ સ્વભાવ ભરથી બધી બાજુ વિચિત્ર ઉલ્લસતા જોયાકારોથી જેની શક્તિ વિશીર્ણ (વેરણ છેરણ) છે એવો ચોતરફથી તૂટી પડતો પશુ નાશ પામે ! (પણ) અનેકાંતવિદ્ (અનેકાંતને જાણનાર) તો સદાય ઉદિત દ્રવ્યતાએ કરીને ભેદભ્રમને ધ્વસતું એવું એક અબાધિત અનુભવનવાળું જ્ઞાન દેખે છે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ?” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૨
“ય અનેકે હો જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ, દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા “નિજ પદ રમતા હો એમ.” - શ્રી આનંદઘનજી
આ કળશ કાવ્યમાં ‘દ્રવ્ય પર્વ - દ્રવ્યથી એકત્વ' એ ત્રીજા પ્રકારનું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે - ગમતત્રુત્ય પશુર્નતિ - “અભિત - બધી બાજુથી તૂટી જતો “પશુ” - પશુ જેવો અબૂઝ અશાની નાશ પામે છે. પશુ કેવી રીતે નાશ પામે છે? વિશ્વત્રિોતયાવા/વશીર્વવિક્તઃ - “વિશ્વ' - સર્વતઃ બધી બાજુએ “વિચિત્ર - નાના પ્રકારના ઉલ્લસતા શેય આકારોથી “વિશીર્ણ' - વેરણ છેરણ થઈ ગયેલી છે શક્તિ જેની, એવો “પશુ” - અબૂઝ બધી બાજુથી તૂટી પડે છે. વિચિત્ર શેયાકાર શાથી ઉલ્લસે છે ? બાહ્ય અર્થ - પ્રહણના સ્વભાવભરથી – ભરપૂર સ્વભાવથી – “વાહ્યર્થગ્રહળસ્વમવમરતો - અર્થાતુ આત્માથી - જ્ઞાનથી “બાહ્ય” - હારના શેય અર્થો - પદાર્થો હું ગ્રહણ કર્યા કરું, એવો અજ્ઞાનીનો પૂરેપૂરો ભરપૂર સ્વભાવ થઈ પડ્યો છે, તેથી કરીને બધી બાજુથી વિચિત્ર - નાના પ્રકારના વિધવિધ ચિત્રવતુ શેયાકારો જ્ઞાનમાં ઉલ્લસે છે - ઉછળે છે - ઉલ્લવે છે અને આ વિચિત્ર શેયાકારોથી તેની જ્ઞાનશક્તિ “વિશીર્ણ - છિન્ન ભિન્ન - ખંડ ખંડ - વેરણ છેરણ (scattered) થઈ જાય છે, એટલે આમ અનંત યાકાર - પર્યાય ગ્રહણથી - શક્તિ વિશીર્ણ થવાથી બધી બાજુથી તૂટી પડતો એકાંત ગ્રાહી અજ્ઞાની “પશુ” સ્વ – પરનો ‘એક અંત’ - ધર્મ માનતો સતો નષ્ટ થાય છે.
૮૨૨