________________
સ્યાદવાદ અધિકારઃ સમયસાર કળશ ૨૪૯ : ‘અમૃત જ્યોતિ'
તે નથી એમ દેખે છે – “વત્ત-તરરૂપતો ન તરિતિ દ્વિજ્ઞ પુન: અને એમ દેખતો સ્યાદ્વારદર્શી વિશ્વથી ભિન્ન એવા “અવિશ્વ વિશ્વ પરિત’ - અથવા “અવિશ્વ વિશ્વ ઘટિત” તેના - જ્ઞાનના સ્વતત્ત્વને સ્પર્શે - “વિશ્વામિત્રમવિશવશ્વ પરિત (પાઠાં. ઘટિત) તસ્ય તત્ત્વ ઋતુ /' અર્થાત્ “વિશ્વથી - અખિલ જગતથી “ભિન્ન' - જૂદું એવું “વિશ્વ” - સકલ “વિશ્વથી' - જગતુથી “પરિત' - પરિવૃત - પરિવરેલું - ઘેરાયેલું નહિ એવું અથવા “ઘટિત” – ઘડાયેલું નહિ એવું તે જ્ઞાનનું “સ્વતન્ત’ - પોતાનું તત્ત્વ “સ્પર્શ' - સ્પર્શ કરે, “સ્પર્શ જ્ઞાનથી - આત્માનુભવ જ્ઞાનથી સાક્ષાત્ અનુભવે.
આમ સ્વ - પરનો “એક અંત’ - એકાંત ગ્રહનારો મિથ્યાદેષ્ટિ અજ્ઞાની પશુ, શેય એવા પરરૂપ વિશ્વમાં જ્ઞાન સ્વરૂપને ઢંઢવા - શોધવા ગમે તેટલા ફાંફા મારે તો પણ તેના હાથમાં કાંઈ આવતું નથી અને સ્વ - પરના “અનેક અંત” – અનુ એક – એક નહિ એવા ભિન્ન ભિન્ન “અંત” - ધર્મ જ્યાં છે એવો “અનેકાંત' સમજનારો સમ્યગુદૃષ્ટિ જ્ઞાની ય એવા પરરૂપ વિશ્વથી ભિન્ન જ્ઞાન સ્વરૂપને સુગમતાથી હાથ કરે છે.
૮૨૧