________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૭ : “અમૃત જ્યોતિ”
(Clarification) આ તત્ત્વચિંતન કરવામાં આવે છે, કે જેથી સ્યાદ્વાદ જેવા પરમ શુદ્ધ સિદ્ધાંતને યથાર્થપણે નહિ ચિંતવવાથી કે નહિ સમજવાથી, કે ઉલટ સમજવાથી, કોઈએ અસમંજસભાવે ચિંતવેલી કલ્પિત અશુદ્ધિ પરાસ્ત થાય, સ્વાદુવાદ જેવા પરમ પ્રૌઢ ગંભીર સુવિનિશ્ચિત અલૌકિક સિદ્ધાંતને પણ સમ્યકપણે નહિ સમજવાથી ગેર-સમજવાથી સંશયવાદ માની લેવા જેવી મહાગંભીર અક્ષમ્ય ભૂલ કરી બેસનારા કોઈ મહાનુભાવ મહામતિ સંશયાત્માઓની પણ મિથ્યાત્વભ્રાંતિ નિરસ્ત થાય અને સ્યાદ્વાદ જેવા પરમ ઉદાર સુવિશાલ સાગરવરગંભીર ખરેખરા પરમ અદ્વૈત સિદ્ધાંતને પરમાર્થ મર્મજ્ઞપણે નહિ પીછાનવાથી પર સાથે આત્માનું એકપણું - અદ્વૈતપણું બેસી શંભુમેળા જેવા સંકર આદિ દોષ ભજનારાઓની મિથ્યાદેષ્ટિ દુરસ્ત થાય. અસ્તુ !
20૩